<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

સર્વેશ્વર ચોક કા રાજાઃ આજે અનાથ બાળકોના હસ્‍તે મહાઆરતીઃ મહારક્‍તદાન કેમ્‍પમાં ૧.૩૩ યુનિટ રક્‍ત એકત્ર

 

રાજકોટઃ સર્વેશ્વર ચોકમાં ‘‘સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્‍ટ'' ગણેશોત્‍સવમાં  આ વર્ષે અયોધ્‍યાના રામમંદિર પર આધારિત પંડાલ ભાવિકો માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો છે. સાથે જ બાર જ્‍યોતિર્લિંગ તથા દુંદાળાદેવના દર્શનની અનોખી ઝાંખી જોવા મળી રહી છે. અહીં દરરોજ સવારે ૮:૩૦ કલાકે મંગળા આરતી, સાંજે ૭:૪૫ કલાકે મહાઆરતી અને રાત્રે ૧૨:૦૦ કલાકે શયન આરતીનો ભવ્‍ય કાર્યક્રમ યોજાય છે. ટ્રસ્‍ટના જણાવ્‍યા મુજબ, રોજ ૩૦ હજાર થી ૪૦ હજાર ભાવિકો દર્શનનો લાભ લ્‍યે છે. રોજ દાદાને વિશેષ શણગાર અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં રવિવારના રોજ મહારક્‍તદાન કેમ્‍પ યોજાયો હતો. આ મહારક્‍તદાન કેમ્‍પમાં ૧૩૩ યુનિટ રક્‍ત એકત્ર થયુ હતું. આ ઉપરાંત આજે અનાથ બાળકોના હસ્‍તે મહાઆરતી કરવામાં આવશે. તેમજ બાળકોને ભોજન કરાવી ભેટ આપવામાં આવશે.

ગણેશ મહોત્‍સવના બે દિવસ મોટી સંખ્‍યામાં ભાવિકો અને શહેરના શ્રેષ્ઠીગણ તેમજ સમાજના આગેવાનો સહિત રાજકીયક્ષેત્રના તમામ મહાનુભાવો બાળ સ્‍વરૂપ ગજાનન દાદાના દર્શને આવી મહાઆરતીનો લાભ લીધો હતો. શનિવારે સંધ્‍યા આરતીમાં કસ્‍તુરી એન્‍ટરપ્રાઇઝના ભાગીદાર આશિષભાઈ મહેતા સહ પરિવાર, રાજકોટ ઇન્‍ટેલિજન્‍સ બ્‍યુરોના પી.આઈ લાંબા દર્શનમાં તથા પીએસઆઇ ગૌસ્‍વામી ઉપસ્‍થિત રહ્યા હતા. તેમજ મહોત્‍સવમાં ગઈકાલે

સંધ્‍યા આરતીમાં બ્રિજેશભાઈ નંદાણી સહપરિવાર તેમજ રાજુભાઈ માનસત્તા તથા જતીનભાઈ માનસતા સહ પરિવાર તેમજ રાજકોટના અગ્રણી બિલ્‍ડર મયુરધ્‍વજસિંહ જાડેજા સહ પરિવાર ઉપસ્‍થિત રહ્યા હતા.

આ ઉપરાંત રાજકોટના પનોતા પુત્ર સ્‍વ. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્‍ની અંજલીબેન રૂપાણી તેમજ નીતિનભાઈ ભારદ્વાજ સહ પરિવાર તથા કાશ્‍મીરાબેન નથવાણી સહિતનાઓએ દર્શનનો લાભ લીધો હતો તેમજ એ ડિવિઝન પીઆઈ બોરીસાગર તેમના પત્‍ની સાથે દર્શનનો લાભ લીધો હતો.

(3:58 PM IST)