તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
ઢોલ ઢબુકયાઃ મનપાના તમામ લગ્ન હોલ સપ્ટેમ્બર સુધી હાઉસફૂલઃ ૩૩૬ પ્રસંગો ઉજવાશે
૨૬ લગ્ન હોલમાં તા.૧ ઓગષ્ટથી ૩૦ સપ્ટેમ્બર સુધીનાં બુકિંગ

રાજકોટ, તા.૧ : શહેરના અલગ અલગ વિસ્તારોમાં મનપા દ્વારા નિર્મિત લગ્ન હોલનું મધ્યમવર્ગિય પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઇ રહ્યા છે. દર વર્ષે લગ્નની સીઝન દરમિયાન તમામ હોલના બુકિંગ ફૂલ થઇ જતા હોય છે.
આ વખતે પણ તા.૧ ઓગષ્ટથી તા.૩૦ સપ્ટેમ્બર સુધીના સમય ગાળા માટે મનપાના તમામ ૨૬ લગ્નહોલમાં ૩૩૬ પરિવારોએ બુકિંગ કરવાતા બે માસ માટે હાઉસફૂલ થઇ ગયા છે.
મનપાના ૨૬ લગ્નહોલ બે માસ માટે હાઉસફૂલ થઇ ગયાનું મનપાના સતાવાર સુત્રોમાંથી જાણવા મળેલ છે. અનેક લગ્નહોલમાં એક થી વધુ યુનિટ હોવા છતા અત્યાર સુધીમાં ૩૩૬ પરિવારોએ પોતાના સંતાનોના લગ્ન સગાઇ જેવા પ્રસંગો માટે બુકિંગ કરાવી લીધુ છે. નિયમ મુજબ પ્રસંગની તારીખ ૯૦ દિવસ પહેલા બુકિંગ કરાવવુ ફરજિયાત છે. છતા બે માસના બુકિંગ દરમિયાન લગ્નહોલ ફૂલ થઇ ગયા છે.
તેમજ ઓકટોબર માસ પછી આવનારા લગ્ન મુહૂર્તના દિવસો માટે પણ અનેક પરિવારોએ બુકિંગની તૈયારી આરંભી છે. અને હાલ પણ હોલ બુકિંગ માટે એસ્ટેટ વિભાગમાં સતત પૂછપરછ ચાલુ છે.
મહાનગરપાલિકાના ૨૬ લગ્નહોલ બુક થયેલ છે. જેમાં શ્રી રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ ૪૨, શ્રી રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ ૨૬, શ્રી કાંતીભાઇ વૈદ કોમ્યુનીટી હોલ ૧૦, શ્રી વિનોદભાઇ શેઠ કોમ્યુનીટી હોલ ૦, શ્રી મોહનભાઇ સરવૈયા કોમ્યુનીટી હોલ ૨૬, શ્રી મોહનભાઇ સરવૈયા કોમ્યુનીટી હોલ ૯, પંડીત દિનદયાળ કોમ્યુનીટી હોલ ૪૧, પંડીત દિનદયાળ કોમ્યુનીટી હોલ ૩૩, શ્રી મહરાણા પ્રતાપ કોમ્યુનીટી હોલ ૩૦, સંત શ્રી વેલનાથ કોમ્યુનીટી હોલ ૧૧, સંત શ્રી વેલનાથ કોમ્યુનીટી હોલ ૩, એક્લવ્ય કોમ્યુનીટી હોલ ૦, અવંતીબાઇ લોધી કોમ્યુનીટી હોલ ૦, શ્રી વસંતરાય ગજેન્દ્ર ગઢકર કોમ્યુનીટી હોલ ૬, શ્રી વસંતરાય ગજેન્દ્ર ગઢકર કોમ્યુનીટી હોલ ૨૩, પ્રતાપભાઇ ડોડીયા કોમ્યુનીટી હોલ ૧૬, મનસુખભાઇ ઉધાડ કોમ્યુનીટી હોલ ૮, શ્રી નવલસિંહ ભટ્ટી કોમ્યુનીટી હોલ ૦, શ્રી નાનજીભાઇ કોમ્યુનીટી હોલ ૨, શ્રી અભય ભારદ્વાજ કોમ્યુનીટી હોલ ૧૪, શ્રી અભય ભારદ્વાજ કોમ્યુનીટી હોલ ૧૫, શ્રી અમૃત ઘાયલ કોમ્યુનીટી હોલ ૫, શ્રી અમૃત ઘાયલ કોમ્યુનીટી હોલ ૪, ગુરૂ ગોવિંદસિંહ કોમ્યુનીટી હોલ ૦, ડો. આબેંડકર કોમ્યુનીટી હોલ ૧૨, ગુરૂનાનક કોમ્યુનીટી હોલ (ગાયકવાડી)૧૦ સહિત ૩૩૬ બુકિંગ થયા છે.(૬.૧૭)
(3:52 PM IST)










