<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

રાજ્યમાં સરેરાશ 90.81 ટકાથી વધુ વરસાદ નોંધાયો: 108 ડેમ હાઈ એલર્ટ, 30 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નીગ પર

સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સરેરાશ 95.31 ટકા વરસાદ,સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં સરેરાશ 84.48 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 94.48 ટકા વરસાદ

અમદાવાદ : રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 1 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ 90.81 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સરેરાશ 95.31 ટકા વરસાદ,સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં સરેરાશ 84.48 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 94.48 ટકા વરસાદ, રાજ્યમાં 206 જળાશયો સરેરાશ 80.58 ટકા ભરાયા  છે.

સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 89.66 ટકા ભરાયેલો છે. રાજ્યમાં 108 ડેમ હાઈ એલર્ટ, 30 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નીગ પર છે.  આગમી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થવાની સંભાવનાઓ છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

(12:22 AM IST)