<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

દાઉદી બોહરા સમાજ દ્વારા મિલાદનું ભવ્‍ય જુલુસઃ નબી સાહેબ અને ડો. સૈયેદના સાહેબના જન્‍મદિવસની ઉજવણી

 

રાજકોટઃ દાઉદી બોહરા સમાજ દ્વારા નબી સાહેબ મોહમ્‍મદ રસુલલ્‍લાહ (સ.અ.વ.) અને ડો. સૈયેદના સાહેબ (ત.ઉ.શ.) ના જન્‍મદિવસ નિમિત્તે એક ભવ્‍ય મિલાદ જુલુસનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ જુલુસમાં દાઉદી બોહરા સમાજના બદરી સ્‍કાઉટનું બેન્‍ડ, મદ્રેસા તૂસ સૈફઈયા બુરહનિયા (એમ.એસ.બી.) અને નુરાનીયાહ ઇંગ્‍લીશ સ્‍કૂલ (એન.ઈ.એસ.) ના બાળકો જોડાયા હતા.

આ જુલુસમાં રાજકોટના પાંચેય વિસ્‍તારના આમીલ સાહેબ જનાબ શેખ સૈફુદ્દીનભાઈ ભાભરાવાલા, જનાબ શેખ મુર્તુઝાભાઈસાહેબ બદરી (વજીહી), જનાબ શેખ હુસૈનભાઈ સાહિવાળા (કુત્‍બી), જનાબ શેખ હુસૈનભાઈ સોડાવાળા (ઝકવી), અને જનાબ શેખ યુસુફભાઈ નજમી (હાતીમી) સહિત તમામ દાઉદી બોહરા ભાઈઓ અને બાળકો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. આ જુલુસ તાર ઓફિસથી શરૂ થઈને જવાહર રોડ, ત્રિકોણ બાગ, ઢેબર રોડ, બાપુનો બાવલો, અને લાખાજીરાજ રોડ થઈને નુર મસ્‍જિદ પર સમાપ્ત થયું હતું.આ જુલુસનું વિવિધ સંસ્‍થાઓ અને રાજકીય, સામાજિક, અને સાંસ્‍કૃતિક ક્ષેત્રના મહાનુભાવો દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જેમાં શ્રી રામભાઈ મોકરીયા (રાજ્‍યસભા, સાંસદ), શ્રી રમેશભાઈ ટીલારા (ધારાસભ્‍ય), ડો. દર્શિતાબેન શાહ (ધારાસભ્‍ય), શ્રી માધવ દવે (શહેર પ્રમુખ ભાજપ), શ્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા (મહામંત્રી ભાજપ), શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા (ડે. મેયર), શ્રી મનીષભાઈ રાડિયા (દંડક), શ્રી કશ્‍યપભાઈ શુક્‍લ (બ્રાહ્મણ સમાજ), શ્રી નેહલભાઈ શુક્‍લ (કોર્પોરેટર), શ્રી વી.પી. વૈષ્‍ણવ (પ્રમુખ ચેમ્‍બર ઓફ કોમર્સ), શ્રી સાંતુભાઈ રૂપારેલીયા અને હસુભાઈ ભગદેવ (વિશ્વ હિન્‍દુ પરિષદ), શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી (લોહાણા સમાજ), શ્રી અરુણભાઈ નિર્મળ, શ્રીમતી ગાયત્રીબા વાઘેલા (મહિલા પ્રમુખ કોંગ્રેસ પ્રદેશ), શ્રી અતુલભાઈ રાજાણી, ડો. પંકજ રાઠોડ, શ્રી હબીબભાઈ ગનીબાપુ કટારિયા (મુસ્‍લિમ સમાજ), શ્રી યુસુફભાઈ દલ (પ્રમુખ, ગેબનશાહ દરગાહ ગ્રુપ), શ્રી ફારુકભાઈ બાવાની, શ્રી રહીમભાઈ સોરા, શ્રી વકારભાઈ બ્‍લોચ, શ્રી એસ.એન. ચૌહાણ, શ્રી અશરફખાન પઠાણ, શ્રી જયેશભાઈ ઉપાધ્‍યાય અને તેમની ટીમ (બોલબાલા ગ્રુપ), શ્રી બી.કે. જાડેજા, શ્રી હરિસિંહજી સરદારજી (શિખ સમાજ), શ્રી રાજેશભાઈ મોદી (જૈન સમાજ), શ્રી હરેશભાઈ જોશી, શ્રી મેઘજીભાઈ રાઠોડ, શ્રી અશોકસિંહ વાઘેલા, વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

 આ જુલુસને સફળ બનાવવા માટે પોલીસ અધિકારીઓ અને સ્‍ટાફ તેમજ બોહરા સમાજના બુરહાની ઇન્‍ટરનેશનલ ગાર્ડ્‍સ અને સબાબ ઉલ ઈદીઝ ઝહબી દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી, તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડ્‍સવાળાએ જણાવ્‍યું હતું.

(3:59 PM IST)