તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
જંગલેશ્વરની એકતા સોસાયટીમાં લાદીના કારીગર પર પડોશી દંપતિનો છરીથી હુમલો
ઘરનું પાણી પડોશીના ઘર તરફ જતું હોઇ ડખ્ખો : હુમલામાં ઘાયલ થયેલો મુળ યુપીનો અશોકકુમાર પાસવાન સારવાર હેઠળઃ આવેશ અને તેની પત્નિ વિરૂધ્ધ ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧: શહેરના જંગલેશ્વર એકતા સોસાયટીમાં રહેતાં અને લાદી કામની મજૂરી કરતાં યુપીના આધેડના ઘરનું પાણી પડોશીના ઘર તરફ જતું હોઇ અને આ આધેડના ઘર પાસે પડોશી ટેમ્પો રાખતાં હોઇ આ બાબતે બોલાચાલી થતાં પડોશીએ તેની પત્નિ સાથે મળી છરીથી હુમલો કરી ઢીકાપાટુ મારતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં ભક્તિનગર પોલીસે જંગલેશ્વર એકતા કોલોની-૪ ગુલાબભાઇની ઓરડીમાં ભાડેથી રહેતાં અશોકકુમાર કરતારામ પાસવાન (ઉ.વ.૪૫) ઘાયલ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તેની ફરિયાદ પરથી આવેશ અને તેની પત્નિ સામે ગુનો નોંધ્યો છે.
અશોકકુમાર મુળ યુપીના ઇડોનાર જીલ્લાના ખર્ચવિરાન ગામનો વવતની છે. તેણે જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને લાદી કામની મજૂરી કરુ છું. રવિવારે હું અને મારો કુટુંબી ભાઇ રાજન ઘરે જમવાનું બનાવીને બહાર આટો મારવા ગયા હતાં. આ વખતે દિકરો સન્ની ઘરે હતો. આટો મારીને અમે પાછા ઘરે આવ્યા ત્યારે પાડોશમાં રહેતાો આવેશ અને તેની પત્નિએ આવી ઝઘડો કર્યો હતો. આવેશે મને છરીનો ઘા જમણા સાથળમાં મારી દીધો હતો. તેમજ એક ઘા છાતીમાં મારી દીધો હતો. તેની પત્નિએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ દરમિયાન મારો દિકરો સન્ની જે ઓગણીસ વર્ષનો છે તે બચાવવા માટે દોડી આવ્યો હતો. કુટુંબી ભાઇ રાજન પણ આવી ગયો હતો અને મને હોીસ્પટલમાં ખસેડયો હતો. અમારા ઘરનું ન્હાવા ધોવાનું પાણી આ લોકોના ઘર પાસે જતું હોઇ અને આવેશ તેનો ટેમ્પો અમારા ઘર પાસે રાખતો હોઇ આ બાબતે અવાર-નવાર અમારી વચ્ચે બોલાચાલી થતી હોઇ ખાર રાખી આ પતિ-પત્નિએ હુમલો કરી માર મારી છરીથી ઇજા પહોંચાડી હતી. તેમ વધુમાં અશોકકુમારે કહેતાં એએસઆઇ એચ. કે. ડાંગરે ગુનો દાખલ કર્યો હતો
(2:57 PM IST)










