તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Monday, 1st September 2025
આજી નદીમાં પાણી બેફામ વહ્યું જાય છે છતાં લતીપુર વિસ્તારના ચેક ડેમો ખાલીખમ

(મહેન્દ્ર આણદાણી દ્વાા) લતીપુર, તા.૧: તાજેતરમાં આજી -૩ ડેમસંપૂર્ણ ભરાઈ ગયો હોઈ અને ઓવર ફ્લો થઈ ગયેલો હોઈ, તેના બે કે ત્રણ પાટિયા ખોલવામાં આવેલ છે અને આ સમગ્ર પાણી નકામું વહી જઈ અને સમુદ્રમાં ચાલ્યું જાય છે.
લતીપુર વિસ્તારના ખેડૂતોની આશરે એક મહિના પહેલાથી માંગણી છે કે દર વખતે ભરી આપે છે તેમ સિંચાઈ વિભાગ આજુબાજુના વિસ્તારના તમામ ચેક ડેમો કેનાલ દ્વારા ભરી દે તો વરસાદની ખૂબ જ ખેંચ ધરાવતો આ વિસ્તાર હર્યો ભર્યો બની જાય, અને તે પણ નકામા વહી જતા પાણીથી. છતાં પણ તંત્ર દ્વારા એક પણ ચેકડેમ ભરી આપવામાં આવ્યો નથી આ અંગે ઉચ્ચ અધિકારીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓને અનેક વખત રજૂઆત કરી છે છતાં પણ તેનો કોઈ જ અમલ કરવામાં આવ્યો નથી.
ચૂંટણીઓમાં ઊભા રહેલા ઉમેદવારોને ખોબલેને થોબલે મત આપ્યા પછી તેઓનું કામ શું છે? આ વિસ્તાર કળષિ મંત્રીશ્રીની કર્મભૂમિ છે ત્યારે આ સમગ્ર વિસ્તારના ખેડૂતોની અપેક્ષા રહે છે કે હવે કળષિ મંત્રીશ્રી અંગત લઇ અને આ ચેક ડેમો તુરંત ભરાવી આપે. ગત વર્ષે લતીપુરના ભાજપના આગેવાન ગણેશ ભાઈ મુંગરા ના પ્રયત્નો અને રજૂઆતને કારણે પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે લતીપુરના તમામ પક્ષના આગેવાનો મૌન સેવીને બેસી રહ્યા છે તેનું કારણ શું હશે?
માત્ર વરસાદ પર આધારિત આ વિસ્તારનો મોટો ભાગ હાલ વરસાદની અછત ભોગવી રહ્યો છે ત્યારે તમામ આગેવાનો મારું તારું કે એકબીજાની ઈર્ષા કર્યા વિના ખેડૂતોનું આ કામ ત્વરિત થાય તે માટે જાહેર મત ઉઠાવે એવી લોક માંગ છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
