<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

સ્‍ટ્રેસ ઘટાડવા સહકર્મચારીઓ સાથે મિત્રતાનો વ્‍યવહાર રાખો : ડો. વસુંધરા સાંગવાન

સી.આઈ.એસ.એફ.ના જવાનો માટે ડેપ્‍યુટી કમાન્‍ડન્‍ટ અમનદીપ સિરસવાના માર્ગદર્શન હેઠળ રાજકોટ એરપોર્ટ યુનિટ ખાતે યોજાયો ‘સ્‍ટ્રેસ મેનેજમેન્‍ટ' કાર્યક્રમ

રાજકોટ : રાજકોટના સેન્‍ટ્રલ ઇન્‍ડસ્‍ટ્રીયલ સિકયુરીટી ફોર્સના ડેપ્‍યુટી કમાન્‍ડન્‍ટ અમનદીપ સિરસવાના નેતળત્‍વમાં સી.આઈ.એસ.એફ. યુનિટ લાઇનના રિક્રિએશન હોલ ખાતે વિરાણી વોકહાર્ટ હોસ્‍પિટલના એમ.ડી. મનોચિકિત્‍સક ડો. વસુંધરા સાંગવાનના સહયોગથી ‘સ્‍ટ્રેસ મેનેજમેન્‍ટ' કાર્યક્રમનું આયોજન કરાયુ હત. જેમાં ૭૫થી વધુ સી.આઈ.એસ.એફ.ના જવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમના  પ્રારંભે ડેપ્‍યુટી કમાન્‍ડન્‍ટ અમનદીપ સિરસવાએ પુષ્‍પગુચ્‍છથી ડો. વસુંધરા સાંગવાનનું સ્‍વાગત કર્યું હતુ. આ તકે ડો. વસુંધરા સાંગવાને જવાનોને સંબોધન કરતાં જણાવ્‍યું હતું કે, સેન્‍ટ્રલ ઇન્‍ડસ્‍ટ્રીયલ સિકયુરીટી ફોર્સના જવાનો લગભગ પરિવારથી દુર રહી દેશની સેવા માટે ન્‍યોછાવર રહેતા હોય છે. આવા સમયે જવાનોને પોતાની રોજિંદા જીવનમાં અને ફરજ દરમ્‍યાન આવતા પડકારોનો સમાનો કરવા, તણાવના મૂળ કારણોને ઓળખવા, મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગને ટાળવા, પુરતી ઊંઘ લેવા, પ્રાણાયામ, યોગ, ધ્‍યાન, સહીતની બાબતો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. તેઓએ સ્‍ટ્રેસ મેનેજમેન્‍ટ અંગે વધુમાં જણાવ્‍યું હતું કે, જવાનો પોતાના સહ કમર્ચારી મિત્રો બનાવે અને એક યોગ્‍ય તાલમેલ સાથે કામ કરવું જોઈએ. જો આ સહકર્મચારી મિત્રોમાં રોજ કરતા અલગ  વર્તન, તણાવ અથવા આત્‍મ હત્‍યા કરવાના લક્ષણો દેખાય તો તરત જ સીનીયર અધિકારીને આ બાબતની જાણ કરવી તથા રોજિંદા જીવનમાં શું કરવું અને શું ન કરવું સહિતની બાબતો અંગે વિસ્‍તળત ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં સ્‍ટ્રેસ મેનેજમેન્‍ટ અંગે વિગતવાર જાણકરી આપ્‍યા બાદ ડો. વસુંધરા સાંગવાનએ સી.આઈ.એસ.એફ.ના જવાનોને માનસિક તણાવ સંબધિત મુંજવતા પ્રશ્‍નોના સંતોષકારક અને પ્રેરક જવાબો આપ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રિઝર્વ ઇન્‍સ્‍પેકટર મહેશસિંહ કુંવરે કર્યું હતુ. કાર્યક્રમના અંતે ડેપ્‍યુટી કમાન્‍ડન્‍ટ અમનદીપ સિરસવાના હસ્‍તે ડો. વસુંધરા સાંગવાનને મોમેન્‍ટો આપી સન્‍માનિત કરાયા હતા.

(2:46 PM IST)