તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના ડો.જયદિપસિંહ ડોડીયાનો આજે જન્મદિવસ

રાજકોટ, તા.૧: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર અને અધ્યાપક જગતના અગ્રણી પ્રો.જયદિપસિંહ ડોડીયા તેમની જીવન યાત્રાના ૬૧ વર્ષ પુરા કરી આજે તા. ૧/૯/૨૦૨૫ ના દિવસે ૬૨ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ૧૯૯૮ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા એ પહેલા તેમણે રાજકોટની શ્રીમતી એમ. ટી.ધમસાણીયા કોમર્સ કોલેજ અને માંગરોળની શ્રી શારદાગ્રામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અંગ્રેજીના અઘ્યાપક તરીકે ફરજ બજાવેલ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની કારકિર્દી શરુ કરનાર પ્રો.ડોડીયા સેનેટ સભ્ય, સીન્ડીકેટ સભ્ય તેમજ વિનયન વિદ્યાશાખાના ડીન અને અધર ધેન ડીન તરીકે ફરજ બજાવી ચુકયા છે. વર્ષ ૨૦૧૩ માં તત્કાલીન કુલપતિ ડો. મહેન્દ્રભાઈ પાડલીયા વિદેશ પ્રવાસે ગયા ત્યારે ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ ડો.કમલા બેનીવાલે કાર્યકારી કુલપતિ તરીકે પ્રો.ડોડીયાની નિમણૂંક કરી હતી. પ્રો.જયદિપસિંહ ડોડીયાનો વર્ષ ૨૦૧૩ માં કાર્યકારી કુલપતિ તરીકેનો ખુબજ અલ્પ સમય ગાળો ગુજરાત રાજ્યનું શિક્ષણ જગત લાંબા સમય સુધી યાદ રાખે તેવો યશશ્વી રહ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશનના બે ટર્મ સુધી મહામંત્રી અને બે ટર્મ સુધી પ્રમુખ તરીકેના કાર્યકાળમાં સત્તાધીશો સાથે સીધો સંઘર્ષ કરીને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોના પ્રશ્નોના નિવારણ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતમાં યુ.જી.સી.ના છઠ્ઠા અને સાતમા પગાર ધોરણના અમલીકરણ માટે પણ પ્રો.જયદીપસિંહ ડોડીયાએ એક જાગળત અધ્યાપક અગ્રણી તરીકે સક્રિય ભૂમિકા ભજવી હતી.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
