News of Monday, 1st September 2025
વિસાવદરના કાલસારી હાઈસ્કૂલમાં 'નેશનલ સ્પોર્ટ્સ ડે'ની ઉજવણી
લીંબુ ચમચી, ફુગ્ગા ફોડ, સંગીત ખુરશી, કોથળા દોડ, ત્રીપગી દોડ,ચોકલેટ શોધ, રસ્સાખેંચ જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર તાલુકાનાં કાલસારી ગામે સરદાર પટેલ વિદ્યામંદિર-કાલસારી ખાતે 'નેશનલ સ્પોર્ટ્સ ડે' અંતર્ગત શાળાના બાળકોમાં રહેલ શક્તિઓને ઉજાગર કરવા અને બાળકોના સર્વાંગી વિકાસ સાધવા માટે તેમજ બાળકોની શારીરિક અને માનસિક ક્ષમતા વિકસે તેવા હેતુથી સંસ્થા દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ. રમતો બાળકોને ખુબજ પ્રિય હોય છે, અભ્યાસની સાથે સાથે રમતો દ્વારા પણ બાળકો જીવનના ઘણા પાઠ શીખે છે.જે અંતર્ગત સંસ્થા ના આચાર્ય વી એમ. ઝાલા સાહેબના માર્ગદર્શન મુજબ શિક્ષક અલ્પાબેન વાછાણીના આયોજન મુજબ અલગ અલગ રમતો જેવી કે લીંબુ ચમચી, ફુગ્ગા ફોડ, સંગીત ખુરશી, કોથળા દોડ, ત્રીપગી દોડ,ચોકલેટ શોધ, રસ્સાખેંચ જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરેલ. સાથે સાથે રમતોત્સવમાં વિજય બનેલા વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાલસારી કેળવણી મંડળના પ્રમુખ ભરતભાઇ અમીપરા તેમજ શાળા પરિવારના દરેક શિક્ષકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને ભાગ લીધેલ, જે અંતર્ગત શિક્ષક જે.એમ. કુંભાણી દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું અને સમગ્ર સ્ટાફ ડી.જે.પડસાળા, એમ.જે. ટાંક, એન.આર. કોરાટ, વી.એમ. ગોંધીયા, જાનકીબેન સાવલિયા, ટાલિયાએ સરસ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ રમતોત્સવમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
