<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

ધારાસભ્ય ચૈતર વસાવાને ત્રણ દિવસના મળ્યા વચગાળાના જામીન : .૮,૯ અને ૧૦ સપ્ટેમ્બર વિધાનસભામાં હાજરી આપશે

ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલતું હોય જેમાં ત્રણ દિવસ હાજરી આપવા માટેની મંજૂરી માંગતા નામદાર કોર્ટે મંજૂરી આપી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરી માં ATVT ની બેઠકમાં ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીની ઘટનાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ થતા છેલ્લા 35 દિવસથી તેઓ જેલમાં છે. રાજપીપળા ખાતે  જમીન ના મંજુર થતા હાઇકોર્ટમાં તેમણે જામીન માટે અરજી કરી હોય હજુ જામીન મળ્યા નથી માટે રાહ જોતા ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલ આર.વી.વોરા અને કિશોર જે તડવી એ વિધાનસભા માં હાજરી આપવા માટેની મંજૂરી મંગાવાની અરજી કરતા નામદાર કોર્ટે શરતી વચગાળાના ત્રણ દિવસના જામીન મંજુર કર્યા છે. આગામી 8 સપ્ટેમ્બર સોમવારના રોજ 43 દિવસે ચૈતર વસાવા બહાર આવશે અને વિધાનસભા માં હાજરી આપશે ત્રણ દિવસની મુક્તિ બાદ 10 સપ્ટેમ્બરે બુધવારે તેમણે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પુનઃ હાજર થઇ જવાનું રહેશે.

   આ બાબતે એડવોકેટ કિશોર જે તડવીએ જણાવ્યું હતું કે વિધાન સભાનું સત્ર ચાલતું હોય જેમાં હાજરી આપવા માટે ધારાસભ્ય તરીકે જવા માંગતા હોય નામદાર કોર્ટમાં વિધાન સભામાં જવા માટે જામીન આપવા ની માંગ કરી હતી જે નામદાર કોર્ટે મંજુર કરતા આગામી 8, 9, 10 ત્રણ દિવાસ પોતાના સ્વખર્ચે જાપ્તા સાથે તેઓ જેલમાં થી બહાર રહી શકશે. ગાંધીનગર ખાતે અને વિધાનસભા માં હાજરી આપી શકશે. 10 તારીખે પરત હાજર થવાનું છે. એવા વચગાળાના ત્રણ દિવસ ના જમીન મળ્યા છે.

(8:46 PM IST)