<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

નવા ચૂંટાયેલા ઉમરેઠના ધારાસભ્ય હર્ષદભાઈ પરમારે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સમક્ષ વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રી મંડળના સભ્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ

ગાંધીનગર : તાજેતરમાં આયોજિત પેટા ચૂંટણીમાં ૧૧૧-ઉમરેઠ બેઠકના નવા ચૂંટાયેલા ધારાસભ્ય હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે આજે ગાંધીનગર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સમક્ષ મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ  પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા.
આ શપથ વિધિ સમારોહમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ,વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત કેબિનેટ અને રાજ્ય મંત્રી મંડળના સભ્યઓ,ધારાસભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:21 PM IST)