<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં દારૂ - ટ્રાફિક અંગે ખાસ ઝુંબેશ

દારૂ પીવા અંગે ત્રણ‘દિમાં ૮૦ કેસ ૩૦ કેસ ટ્રાફિક અંગે

ખંભાળિયાઃ  તા. ર૬, દેવભૂમી દ્વારાકા જિલ્લા પોલીસ વડા શ્રી જિયરાજસિંહ વાળા તથા ડી.વાય.એસ.પી. મીત રૂદલાલ તથા સાગર રાઠોડના માર્ગદર્શનમાં પોલીસ દ્વારા દારૂ અંગે ખાસ ઝુંબેશ કરીને ગઇકાલે ખંભાળિય, ભાણવડ, દ્વારકા, ઓખા, મીઠાપુર, કલ્‍યાણપુર વિ. પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં દારુ પીને રખડતા ૩ર વ્‍યકિતઓ સામે કેસ કર્યા હતા, તો ત્રણ દિવસમાં ૮૦ જેટલા કેસો કરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત દારૂ પીને ગાડી ચલાવતા ડ્રાયવીંગ કરતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટ્રાફિક વ્‍યવસ્‍થા સુધારણા માટે પણ પોલીસે ખાસ ઝુંબેશ  કરીને ત્રણદિવસમાં ત્રીસ જેટલા કેસો ટ્રાફિક અંગે રોગ સાઇડમાં વાહન ચલાવવા, ટ્રાફિક તથા રસ્‍તાને નડતરરૂપ વાહનો પાર્કિગ જવા કેસો કરી લોકોને કાયદાની ગંભીરતાનો પણ ખ્‍યાલ આવે તેવી સ્‍થિતી કરી છે.

સતત ટ્રાફીક ચેકીંગથી લોકોમાં પણ થોડી જાગૃતિ આવી છે તથા લોકો પણ રોંગ સાઇડમાં વાહન ના ચલાવવુ઼ ગમે ત્‍યાં પાર્કિગ ના કરવું જેવી ટેવો પાડવા લાગ્‍યા છે. 

(1:14 PM IST)