તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
કામવાળી સાથે રુમમાં મજા માણી રહ્યો હતો પતિઃ પત્ની જોઈ જતા જીવ આપી દીધો
આત્મહત્યા કરતા પહેલા અનુ અને ગૌતમ વચ્ચે વીડિયો કોલ પર વાત થઈ હતી. વીડિયો કોલમાં ગૌતમે અનુને આત્મહત્યા માટે ઉશ્કેરી હતી

જયપુર તા.૨૬: ભોપાલની ટ્વિશા અને નોઈડાની દીપિકા જેવો જ ચર્ચિત કિસ્સો રાજસ્થાનની અનુ મીણા સુસાઈડ કેસમાં સતત નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. દહેજ ઉત્પીડનની આડમાં અનુ મીણા કેસમાં સતત ખુલી રહેલા રહસ્યોની વચ્ચે હવે તેના માતા-પિતા, ભાઈ અને દીકરાએ પોતાના દુઃખ રજૂ કર્યું છે. અનુની મા માયા દેવીનું કહેવું છે કે અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે અમારી દીકરી આવું કરી શકે છે. જ્યારથી લગ્ન થયા ત્યારથી તે કહેતી હતી કે તેની માંગ પૂરી થઈ નથી. અનુના પિતા કહેતા હતા દીકરી બધું જ તારું છે. દીકરી કહેતી હતી કે તેની ભૂખ ખતમ થતી નથી. પછી કહેતી કે મારે તેની સાથે નથી રહેવું. તે દારુ પીને મારપીટ કરે છે. અનુની માનો આરોપ છે કે તે કામવાળીના ચક્કરમાં આવી ગયો હતો. મારી દીકરીને પગની જૂતી કહેતો હતો. કામવાળી સાથે તેને આડા સંબંધો હતા.
અનુ મીણાની માએ કહ્યું કે, આત્મહત્યા કરતા પહેલા અનુ અને ગૌતમ વચ્ચે વીડિયો કોલ પર વાત થઈ હતી. વીડિયો કોલમાં ગૌતમે અનુને આત્મહત્યા માટે ઉશ્કેરી હતી. વીડિયો કોલ દરમ્યાન તેણે આત્મહત્યા કરી. માયાદેવીએ કહ્યું કે અનુ સાથે પહેલા પણ ઘણી વાર મારપીટ કરી હતી. અનુના ભાઈ નીરજે કહ્યું કે, અનુના દસ વર્ષના દીકરાએ જણાવ્યું કે, ફોનમાં વીડિયો છે. તેમાં પપ્પા મમ્મીને મારી રહ્યા છે. નીરજે કહ્યું કે મારપીટના બીજા ઘણા વીડિયો છે. મારપીટથી કંટાળીને અનુએ ઘરના ડ્રોઈંગ રૂમમાં સીસીટીવી લગાવ્યા હતા. આ જ કારણથી ગૌતમે સીસીટીવીની સ્ક્રીન અને ડીવીઆર તોડી નાખ્યા પણ તે એપ પર રેકોર્ડ થઈ ગયા.
અનુના પિતાનો આરોપ છે કે દીકરીનું ઘર ન તૂટે એટલા માટે ચૂપ રહેતા હતા. મેં ઘણી વાર તેને સમજાવ્યો હતો, જ્યાં સુધી મેં વીડિયો ન જોયા ત્યાં સુધી કંઈ કહ્યું નહીં, પણ જ્યારે વીડિયો જોયા બાદ તો પછી અમે ચૂપ ન રહ્યા. અનુના પિતાનું કહેવું છે કે જ્યારે દીકરીએ આત્મહત્યા કરી ત્યારે તે પતિ ગૌતમ સાથે વીડિયો કોલ પર હતી, પણ તેણે કોઈને કહ્યું નહીં. જો અમને કહેતી તો અમે જઈને બચાવી લેતા.
નીરજનું કહેવું છે કે ગૌતમ દીદીને કેમેરા સામે નહોતો મારતો. અમે ઈચ્છીએ છીએ કે સરકાર આ મામલામાં જલદી કાર્યવાહી કરે અને તેને નોકરીમાંથી હટાવે. અનુ મીણાના લગ્ન ૧૧ વર્ષ પહેલા ૨૦૧૫માં એન્જાિનિયર ગૌતમ મીણા સાથે થયા હતા. ગૌતમ હાલમાં જાહેર બાંધકામ ખાતામાં એક્સઈએનના પદ પર પોસ્ટેડ છે.
અનુ મીણાના માસૂમ દીકરાએ જણાવ્યું કે પાપાની મારપીટથી કંટાળીને મમ્મીએ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. એક એપ પર ફોન રેકોર્ડ થતું હતું. એપનો પાસવર્ડ મમ્મીએ મને આપ્યો હતો. મારા પપ્પાએ કામવાળી સુનિતાને ગળે લગાવતા ઝઘડો શરુ થયો હતો. મમ્મીએ રૂમમાં બંનેને એક સાથે જોઈ લીધા હતા. પાપા મને કહેતા હતા કે તારી મમ્મી સુનિતા છે, અનુ માણી નહીં. દીકરાએ જણાવ્યું કે, તેના પિતા દારુ પીવાના બંધાણી હતા. તે હંમેશા મારપીટ કરતા હતા. તે માને પસંદ નહોતા કરતા. પણ મારી મમ્મી પપ્પાને પ્રેમ કરતી હતી.
કેસની તપાસ સાથે જોડાયેલા જયપુરના માનસરોવરના એસીપી આદિત્ય કાકડેએ જણાવ્યું કે આરોપી ગૌતમ મીણા હાલમાં ફરાર છે. પોલીસની ટીમ તેને શોધી રહી છે. આદિત્યે જણાવ્યું કે ગૌતમ મીણા સાથે પૂછપરછ માટે તેને નોટિસ આપી હતી, પણ તેણે નોટિસ લીધી નહીં અને ભાગી ગયો. હાલમાં તપાસ ચાલી રહી છે. પરિવારે કેસ નોંધાવી સીસીટીવી ફુટેજ આપ્યા છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
