<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

માળિયા મીંયાણા પાસે દિવના પરિવારના ૪ નો ભોગ લેવાયો

માતાના મઢ (કચ્‍છ)થી દર્શન કરીને પરત ફરતા વેળા કાર ટ્રક સાથે અથડાઇ પડતા ગંભીર અકસ્‍માતઃ અરેરાટી : કારનો કચ્‍ચઘાણ બોલી ગયોઃ માતા અને પુત્રીને ઇજાગ્રસ્‍ત હાલતમાં સારવારમાં ખસેડાયાઃ ઇકો કારનુંટાયર ફાટતા અકસ્‍માત થયો

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૬: મોરબી જીલ્લાના માળિયા મિયાણાના હરિપરના પાટિયા પાસે હાઇવે પર એક ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. માતાના મઢથી દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ઈકો કાર અને ટ્રક વચ્‍ચે સર્જાયેલા આ ગોઝારા અકસ્‍માતમાં ૪ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્‍યા છે. આ તમામ મળતકો દીવના રહેવાસી હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, દીવનો કાપડિયા પરિવાર પોતાની ઈકો ગાડી લઈને કચ્‍છ ખાતે આવેલા માતાના મઢે દર્શન કરવા માટે ગયો હતો. તેઓ માતાના મઢથી દર્શન કરીને દીવ પરત ફરી રહ્યા હતા ત્‍યારે માળિયા હાઇવે પર હરિપરના પાટિયા પાસે તેમની ઈકો કારનું અચાનક ટાયર ફાટયું હતું. ટાયર ફાટતા જ ચાલકે કાબુ ગુમાવ્‍યો હતો અને કાર બેકાબુ બનીને સામેની સાઈડમાં ઘૂસી ગઈ હતી. જ્‍યાં સામેથી આવી રહેલા એક ટ્રક સાથે ઇકો કાર ધડાકાભેર અથડાઈ હતી.

આ અકસ્‍માત એટલો ભયાનક હતો કે કારનો કચ્‍ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર ૪ લોકોના કરુણ મોત નીપજ્‍યા હતા. ઈકો કારમાં કુલ ૬ લોકો સવાર હતા. જેમાં મનોજભાઈ લક્ષ્મણભાઈ કાપડિયા,  (ઉ.વ.૫૦)જિયાન્‍સુ મનોજભાઈ કાપડિયા (ઉ.વ.૮), કંચનબેન વિરજીભાઈ બાંભણીયા અને ભરતકુમાર વિરજીભાઇ બાંભણીયાના મોત નિપજ્‍યા છે. જ્‍યારે જાગળતિબેન મનોજભાઈ કાપડિયા, વૈદશ્રી મનોજભાઈ કાપડિયા (ઉ.વ.૧૨)ને ઈજા પહોંચી છે. મળતકોને સૌપ્રથમ માળિયા લઈ જવાયા હતા અને ત્‍યારબાદ ત્‍યાંથી પોસ્‍ટમોર્ટમ માટે મોરબી ખસેડાયા છે.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા જ સુરજબારી ટોલ નાકાની ટીમ અને ૧૦૮ ની ટીમ ઘટનાસ્‍થળે દોડી ગઈ હતી અને મળતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (૩

(10:43 AM IST)