<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

નરેન્‍દ્રભાઇ વડાપ્રધાન બન્‍યા ત્‍યારથી અત્‍યાર સુધીમાં રેલ્‍વેમાં આવેલ અકલ્‍પનીય બદલાવ આધુનિકીકરણ, વીજળીકરણ, નવી ટ્રેનો, સ્‍ટેશન સુધારણા અને સુરક્ષા ક્ષેત્રે અનેક ફેરફારો

મોદી સરકારનો મુખ્‍ય ફોકસ ‘‘ઝડપી, આધુનિક, સુરક્ષિત અને ગ્રીન રેલ્‍વે'' ....!! : રેલ્‍વે ટ્રેક અને નેટવર્કનો વિસ્‍તાર ૩૧૦૦૦ કિમીથી વધુ નવા ટ્રેક નાંખ્‍યા, ૯૯% સુધી રેલ્‍વે ઇલેક્‍ટ્રિફિકેશન

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ નરેન્‍દ્રભાઇ મોદી ૨૦૧૪ માં વડાપ્રધાન બન્‍યા ત્‍યારથી અત્‍યાર સુધીમાં એટલે કે છેલ્લા ૧૨ વર્ષમાં રેલવેમાં થયેલ બદલાવને જોઈએ તો એવું લાગે કે આટલું કામ તો કદાચ છેલ્લા ૫૦ વર્ષમાં પણ નથી થયું.

ભારતીય રેલ્‍વેમાં મોટા પાયે આધુનિકીકરણ, વીજળીકરણ, નવી ટ્રેનો, સ્‍ટેશન સુધારણા અને સુરક્ષા ક્ષેત્રે અનેક ફેરફારો કરવામાં આવ્‍યા છે. સરકારનો મુખ્‍ય ફોકસ ‘‘ઝડપી, આધુનિક, સુરક્ષિત અને ગ્રીન રેલ્‍વે'' પર રહ્યો છે.

રેલ્‍વે બજેટ અને મૂડીરોકાણમાં મોટો વધારો

૨૦૧૪ પછી રેલ્‍વેમાં કેપેક્‍સ  ખૂબ વધારવામાં આવ્‍યો.

૨૦૦૪-૨૦૧૪ દરમિયાન લગભગ રૂ.૩.૬ લાખ કરોડનું રોકાણ થયું હતું.

જ્‍યારે ૨૦૧૪ પછી રૂ.૧૭ લાખ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્‍યું, આ રોકાણનો ઉપયોગ નવા ટ્રેક, ડબલ લાઇનિંગ, બ્રિજ અને ટનલ, સ્‍ટેશન રીડેવલપમેન્‍ટ, હાઈ-સ્‍પીડ અને સેમી હાઈ-સ્‍પીડ ટ્રેન, સુરક્ષા ટેકનોલોજી જેવા કામોમાં થયું.

રેલ્‍વે ટ્રેક અને નેટવર્કનો વિસ્‍તાર

૨૦૧૪ પછી ટ્રેક કમિશનિંગની ગતિ બમણીથી વધુ થઈ.

૨૦૦૪-૨૦૧૪ દરમિયાન દર વર્ષે સરેરાશ ૧૪૯૯ કિમી ટ્રેક ઉમેરાતા હતા.

૨૦૧૪-૨૦૨૪ દરમિયાન આ આંકડો ૩૧૧૮ કિમી પ્રતિ વર્ષ થયો, મુખ્‍ય વિકાસ ૩૧,૦૦૦ કિમીથી વધુ નવા ટ્રેક નાખવામાં આવ્‍યા, હજારો કિમી ડબલિંગ અને મલ્‍ટી-ટ્રેકિંગ. ઉત્તર-પૂર્વ ભારત સુધી નવી રેલ કનેક્‍ટિવિટી, જમ્‍મુ-કાશ્‍મીર રેલ પ્રોજેક્‍ટમાં પ્રગતિ ૯૯% સુધી.

રેલ્‍વે ઇલેક્‍ટ્રિફિકેશન

આ સૌથી મોટું પરિવર્તન માનવામાં આવે છે, ૨૦૧૪ માં માત્ર લગભગ ૩૫% બ્રોડ ગેજ લાઈન ઇલેક્‍ટ્રિફાઈડ હતી, જે ૨૦૨૫ સુધી લગભગ ૯૯% બ્રોડ ગેજ નેટવર્ક ઇલેક્‍ટ્રિફાઈડ થયું. જેને પગલે, ડીઝલ ખર્ચમા ઘટાડો, પ્રદૂષણ ઓછું, ટ્રેનોની ઝડપ અને કાર્યક્ષમતા વધી. નેટ ઝીરો કાર્બન એમીસીન ૨૦૩૦ લક્ષ્ય તરફ આગળ વધ્‍યું.

વંદે ભારત ટ્રેન

ભારતની પહેલી સેમી-હાઈ સ્‍પીડ સ્‍વદેશી ટ્રેન. ‘‘વંદે ભારત એક્‍સપ્રેસ'' ભારત એક આધુનિક સેમી-હાઈ સ્‍પીડ ટ્રેન છે જે ભારતીય રેલ્‍વે દ્વારા શરૂ કરવામાં આવી છે. તેને પહેલાં ‘‘ટ્રેન ૧૮'' તરીકે ઓળખવામાં આવતી હતી. આ ટ્રેન સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી છે. વધુ ઝડપ, આરામ અને આધુનિક સુવિધાઓ ધરાવે છે. એરલાઈન જેવી બેઠકો અને ઓટોમેટિક દરવાજા ધરાવે છે. મુખ્‍ય શહેરોને ઝડપથી જોડે છે. આ ટ્રેનનું નિર્માણ ઇન્‍ટિગ્રિલ કોચ ફેક્‍ટરી  દ્વારા કરવામાં આવ્‍યું છે. આ ટ્રેનની મુખ્‍ય વિશેષતાઓ - ઝડપ મહત્તમ ડિઝાઇન સ્‍પીડ  ૧૮૦ કિમી/કલાક, ઓપરેશનલ સ્‍પીડ, સામાન્‍ય રીતે ૧૩૦-૧૬૦ કિમી/કલાક, મુખ્‍ય સુવિધાઓમાં ઓટોમેટિક દરવાજા, જીપીએસ આધારિત માહિતી, આરામદાયક સીટ, એક્‍ઝિકયુટિવ ચેર કાર, એ સી કોચ, સીસીટીવી કેમેરા, બાયો વેકયુમ  ટોયલેટ, મોબાઈલ ર્ચાજિંગ પોર્ટ, Wi-Fi સુવિધા (કેટલાક રૂટ પર), ઓનબોર્ડ કેટરિંગ જેવી સવલત ધરાવે છે.  વંદે ભારત “Distributed Power” સિસ્‍ટમ પર ચાલે છે. એટલે કે,અલગ એન્‍જિન નથી, પાવર કોચ નીચે જ હોય છે, ઝડપથી એક્‍સેલરેશન મળે છે જેનાથી ઝડપથી ગતિ પકડે, ઓછો અવાજ, સ્‍મૂથ મુસાફરી, સલામતી સુવિધાઓ, ઓટોમેટિક બ્રેકિંગ, સીસીટીવી મોનીટરીંગ, ઇમરજન્‍સી કોમ્‍યુનિકેશન, કવાચ સાથે ભવિષ્‍યમાં વધુ ઈન્‍ટિગ્રેશન.

વંદે ભારતની પ્રથમ શરૂઆત ૨૦૧૯ માં થઈ, જેમાં હાલની કુલ સર્વિસ ૧૬૪ છે અને અંદાજિત રૂટ ૮૨ છે. વંદે ભારત મેક ઈન ઇન્‍ડિયા પ્રોજેક્‍ટનો ભાગ છે. ભારતની સૌથી આધુનિક ટ્રેનોમાંની એક માનવામાં આવે છે. વંદે ભારત આજે ભારતીય રેલ્‍વેના આધુનિકીકરણનું સૌથી મોટું પ્રતિક માનવામાં આવે છે.

ગુજરાતની વાત કરીએ તા - અમદાવાદ-મુંબઈ, અમદાવાદ-ઉદયપુર, અમદાવાદ-જામનગર જેવા રૂટ પર સેવા શરૂ થઈ છે.

અમળત ભારત સ્‍ટેશન યોજના

ભારતીય રેલ્‍વે દ્વારા ‘‘અમળત ભારત સ્‍ટેશન સ્‍કીમ'' શરૂ કરવામાં આવી, જેનો ઉદ્દેશ હતો કે, જૂના સ્‍ટેશનોને એરપોર્ટ જેવી સુવિધા આપવી આ યોજના હેઠળ, આશરે ૧૩૦૦થી વધુ સ્‍ટેશનોનું રીડેવલપમેન્‍ટ ચાલી રહ્યું છે. તેમજ મુસાફરો માટે  સુવિધાઓ વધારવા એસ્‍કેલેટર, લિફ્‌ટ, ફૂડ કોર્ટ, ડિજિટલ ડિસ્‍પ્‍લે, વેઈટિંગ લાઉન્‍જ, દિવ્‍યાંગ માટે સુવિધા, સ્‍થાનિક આર્ટ અને હેરિટેજ ડિઝાઇનમાં તૈયાર કરાય છે.

ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર

ડેડિક્રેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા હેઠળ માલગાડી માટે અલગ ટ્રેક બનાવાયા, જેમાં મુખ્‍ય કોરિડોર એસ્‍ટન અને વેસ્‍ટન ૨૦૨૫ સુધી લગભગ ૯૬% કામ પૂર્ણ થયું છે અને જેનો ફાયદા એ થઈ રહ્યો છે કે માલગાડી ઝડપથી ચાલે, પેસેન્‍જર ટ્રેક પર ભાર ઓછો, લોજિસ્‍ટિક ખર્ચમાં ઘટાડો.

 બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ

મુંબઈ... અમદાવાદ હાઈ સ્‍પીડ રેલ... ભારતનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ, જાપાનની સહાયથી વર્ષ ૨૦૨૫ સુધીમાં ૫૫% થી વધુ ભૌતિક કામ પૂર્ણ થયું હોવાનું જાણવા મળે છે. ભારતને સાઉથ આફ્રિકાએ મોટો રેલવે ઓર્ડર આપ્‍યો. ભારત ૪૦૪૫ કરોડ રૂપિયાના ઓર્ડરની સામે સાઉથ આફ્રિકાને ૨૨૩૫ માલ ડબ્‍બા અને ૩૦ ડીઝલ એન્‍જીન બનાવી આપશે.

સુરક્ષા સુધારણા - Kavach સિસ્‍ટમ કવાચ આ એક એન્‍ટી કોલિશન સિસ્‍ટમ છે, જેનું કાર્ય છે ટ્રેન ટકરાવ અટકાવે, ઓવર સ્‍પીડિંગ કંટ્રોલ કરે, ઓટોમેટિક બ્રેક લગાવે, જેનો હજારો કિમી રૂટ પર અમલીકરણ શરૂ થયું છે.

 ડિજિટલ અને મુસાફર સુવિધા

મોટા ડિજિટલ ફેરફારો, ઓનલાઈન ટિકિટિંગમાં સુધારો, સ્‍ટેશનો પર વાઇફાઇની મફત સવલત, આશરે ૬૦૦૦ જેટલા સ્‍ટેશન ઉપર આ સવલત આપવામાં આવી. કયૂ આર આધારિત ટિકિટ, રિયલ ટાઈમ ટ્રેન ટ્રેકિંગ,

ગ્રીન અને આધુનિક રેલ્‍વે

૧૦૦ % LED લાઈટ, સોલાર પાવર સ્‍ટેશન, બાયો-ટોયલેટ, એલએચબી કોચનો વધારો, ડીઝલ એન્‍જિન પર નિર્ભરતા ઓછી થઈ છે.

ભારતીય રેલ્‍વેને ‘‘પરંપરાગત ટ્રાન્‍સપોર્ટ સિસ્‍ટમમાં'' થી ‘‘આધુનિક ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર નેટવર્ક''માં બદલવાનો પ્રયાસ છેલ્લા દાયકામાં ઝડપથી થયો છે.

આમ ભારતીય રેલ્‍વેમાં નરેન્‍દ્રભાઈ મોદીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં એટલે કે છેલ્લા ૧૨ વર્ષમાં અધધ પ્રગતિ જોવા મળી છે.

 

વંદે ભારત ટ્રેન ટ્રેન મેક ઈન ઈન્‍ડિયાનો એક ભાગ

ભારતને હાલમાં જ સાઉથ આફ્રિકા તરફથી ૪૦૩૫ કરોડનો રેલવે મેનુફેક્‍ચરિંગ માટે ઓર્ડર મળ્‍યો છે. આજે ૮૨ રૂટ ઉપર ૧૬૪ વંદે ભારત દોડે છે. અમળત ભારત સ્‍ટેશન યોજના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ... જોરમાં ૨૦૨૭ સુધીમાં દોડશે. સુરક્ષા સુધારણા - ક્‍વાચ સિસ્‍ટમ, ડિજિટલ અને આધુનિક મુસાફર સુવિધા ગ્રીન રેલ્‍વે તરફ

(12:09 PM IST)