<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

કર્મચારીઓના પગારમાંથી સીધી SIPની રકમ કાપીને મ્‍યુ. ફંડમાં રોકાણ કરી શકાશે

SIP કરાવનારા લોકો માટે ખાસ ન્‍યૂઝઃ સેબીનો આ નવો નિયમ લાગુ થઈ ગયો તો મોટો ફાયદો

નવી દિલ્‍હી તા.૨૬: નોકરી કરતા લોકો માટે રોકાણ સરળ બનાવવાની દિશામાં ભારતીય બજાર નિયામક સેબી (SEBI) એક મોટું પગલું લેવાની તૈયારીમાં છે. સેબીએ એક નવો પ્રસ્‍તાવ રજૂ કર્યો છે, જેમાં કર્મચારીઓના પગારમાંથી સીધી લ્‍ત્‍ભ્‍ની રકમ કાપીને મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવશે.

જો આ નિયમ લાગુ પડે છે, તો કર્મચારીઓને દર મહિને અલગથી SIP ભરવાની જરૂર નહીં પડે. જેમ પગારમાંથી EPF અને NPS માટેની રકમ આપમેળે કપાઈ જાય છે, એ જ રીતે SIP માટેની રકમ પણ સીધી કપાઈ શકે છે. સેબીએ આ પ્રસ્‍તાવ પર લોકોની સૂચનાઓ માગી છે. સામાન્‍ય લોકો અને રોકાણકારો ૧૦ June ૨૦૨૬ સુધી પોતાનો પ્રતિસાદ આપી શકે છે. ત્‍યારબાદ નિયમોને અંતિમ સ્‍વરૂપ આપવામાં આવશે.

આનો અર્થ શું થાય?- જો નવો નિયમ લાગુ પડે છે, તો કર્મચારી પોતાની કંપનીને મંજૂરી આપી શકશે કે, દર મહિને તેમના પગારમાંથી નિર્ધારિત રકમ કાપીને મ્‍યુચ્‍યુઅલ ફંડ SIPમાં જમા કરવામાં આવે. આ રોકાણ સંપૂર્ણપણે કર્મચારીની સંમતિથી જ થશે. કોઈપણ કંપની કર્મચારીની મંજૂરી વિના આવું કરી શકશે નહીં.

સેબીનું માનવું છે કે, આથી લોકોમાં નિયમિત રોકાણ કરવાની ટેવ વધશે. ઘણીવાર બેંક ખાતામાં બેલેન્‍સ ઓછું હોવાને કારણે અથવા ઓટો-ડેબિટ ફેલ થવાથી SIP બંધ થઈ જાય છે. પણ પગારમાંથી સીધી કપાત થવાથી રોકાણ સમયસર જ ચાલુ રહેશે.

નવા રોકાણકારોને થશે ફાયદો  એક્‍સપર્ટ્‍સનું કહેવું છે કે, આ સુવિધા ખાસ કરીને તેમના માટે લાભદાયી સાબિત થઈ શકે છે, જે પહેલીવાર રોકાણ શરૂ કરી રહ્યા છે. ઘણા લોકોને SIP સેટઅપ કરવી મુશ્‍કેલ લાગે છે, પણ પગારમાંથી સીધું રોકાણ થવાથી પ્રક્રિયા સરળ બની જશે.

સુરક્ષાનું પણ રાખવામાં આવશે ધ્‍યાન  સેબીએ સ્‍પષ્ટ કર્યું છે કે, રોકાણકારોની સુરક્ષા માટે જરૂરી નિયમો લાગુ રહેશે. રોકાણકર્તાનું ધ્‍ળ્‍ઘ્‍ ફરજિયાત રહેશે અને આખો રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવશે. સૌથી મહત્‍વની વાત એ છે કે, મ્‍યુચ્‍યુઅલ ફંડમાંથી મળનારી રકમ અથવા રિડેમ્‍પશન એમાઉન્‍ટ સીધું રોકાણકર્તાના બેંક ખાતામાં જ જાશે, કંપનીના ખાતામાં નહીં. સેબીનું આ પગલું દેશમાં રોકાણ વધારવા અને લોકોને લાંબા ગાળે બચત અને રોકાણ માટે પ્રોત્‍સાહિત કરવાની દિશામાં મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. જો કે, હાલ આ માત્ર એક પ્રસ્‍તાવ છે અને અંતિમ નિર્ણય લોકોની સૂચનાઓ મળ્‍યા પછી લેવામાં આવશે.

 

(10:01 AM IST)