તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
ગરમી સાથે મગજનો પારો પણ આસમાને ઊંઘ અને ગુસ્સાને લગતી ઢગલાબંધ ફરિયાદો
હેલ્પલાઈનમાં ૩૬ હજારથી વધુ કોલ્સ નોંધાયા : ઉનાળામાં શરીરમાં કોર્ટિસોલનું ગરમી વધવાથી પ્રમાણ ઉચ્ચ સ્તરે હોય છે, તેની સીધી અસર તણાવ-ગુસ્સા પર પડે છે

અમદાવાદ,તા.૨૬: ઉનાળાની બળબળતી ગરમી માત્ર શરીરને જ નહીં પરંતુ મનને સીધી અસર કરી રહી છે. ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી માનસ હેલ્પલાઈનમાં અત્યાર સુધીમાં માનસિક પ્રશ્નોને લગતાં ૩૮૪૦૬૦૪થી વધુ કોલ્સ રજીસ્ટર્ડ થયા છે. ઉનાળાની ગરમીમાં માનસિક તણાવ અને ઊંઘને લગતા પ્રશ્નો વિશેષ જોવા મળી રહ્યા છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ સ્થિત ટેલી માનસ સેલ દ્વારા લોન્ચથી ૨૦૨૫ સુધીમાં ૩૯,૬૫૩ કોલ્સ પ્રાપ્ત થયા છે.
૨૦૨૬માં ઉનાળાના મહિનાઓમાં આમાં વધારો જોવા મળ્યો છે. ગુજરાતનું મુખ્ય ટેલી માનસ સેન્ટર અમદાવાદમાં છે ૩૬,૬૫૩થી વધુ કોલ્સ મુખ્યત્વે અમદાવાદ કેન્દ્ર દ્વારા હેન્ડલ કરવામાં આવ્યા છે. આધારભૂત માહિતી અનુસાર અતિ ગરમી અને વાદળછાયા વાતાવરણમાં માનસિક તણાવમાં વિશેષ વધારો જોવા મળે છે. જેમાં ટેલી માનસ પર સૌથી વધુ આવતી ફરિયાદોમાં સૌથી વધુ ઊંઘની તકલીફ (લગભગ ૨૭-૨૮%), ચિતા અને અસ્વસ્થતા, ચીડિયાપણું-આક્રોશ, હતાશા-ઉદાસીનતા, કામ-અભ્યાસનો તણાવ, પારિવારિક અને સંબંધોની સમસ્યાઓ, અને ગરમીને કારણે વધેલો માનસિક તણાવ જોવા મળી રહ્યો છે.
ઉનાળામાં ઊંઘ, ચીડિયાપણું અને એન્ઝાયટી સંબંધિત કોલ્સ વધુ આવી રહ્યા છે. શહેરના જાણીતા મનોચિકિત્સકના મતે ઉનાળામાં શરીરમાં કોર્ટિસોલનું પ્રમાણ ઉચ્ચસ્તરે હોય છે.
ગરમીમાં તે વધવાથી તેની સીધી અસર તણાવ અને ગુસ્સા પર પડે છે. જેના કારણે ઊંઘ ન આવવાથી લોકો વધુ તણાવ અનુભવે છે અને તેની સીધી અસર હાઈ બીપી પર પડે છે
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
