News of Tuesday, 26th May 2026
જંગલેશ્વરના માતા-પુત્ર પર અજાણ્યા સ્કૂટીચાલકનો હુમલો
વાહન સાઇડમાં લેવાનું કહેતાં તેણે બીજા શખ્સોને બોલાવી કુહાડીથી ઇજા પહોંચાડી

રાજકોટ તા. ૨૬: જંગલેશ્વર શેરી નં. ૧૮માં રહેતાં રેખાબેન રામચંદ્ર શાહુ (ઉ.વ.૬૦) અને તેના દિકરા શૈલેન્દ્ર રામચંદ્ર શાહુ (ઉ.વ.૩૦) પર સવારે ઘર નજીક ટુવ્હીરલ પર જતાંહતાં ત્યારે અજાણ્યા સ્કૂટીના ચાલકે ઝઘડો કરી કુહાડીથી માર મારતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
રેખાબેનના કહેવા મુજબ તે દિકરા શૈલેન્દ્રના ટુવ્હીલરમાં બેસીને કામે જતાં હતાં ત્યારે અજાણ્યા સ્કૂટીચાલકે તેનું વાહન આડુ નાખતા તેને સાઇડમાં રહેવાનું કહેતાં બોલાચાલી કરી હુમલો કર્યો હતો. આ અજાણ્યા શખ્સે બીજા લોકોને પણ બોલાવી લેતાં આ બધાને મારામારી કરી હતી. રેખાબેનના પતિ હયાત નથી. તેને સંતાનમાં ત્રણ દિકરી, ત્રણ દિકરા છે. પોતે દિકરા સાથે કારખાને કામ કરવા જતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
(3:15 PM IST)










