તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
જામનગર મહાનગરપાલિકાની પ્રથમ બેઠકમાં જેલવાસ ભોગવતા બે કોર્પોરેટરો હાજર : ગુજસીટોક કેસમાં જેલમાં રહેલા અલ્તાફ ખફી અને અસલમ ખિલજીને અદાલતી મંજૂરી બાદ પોલીસ બંદોબસ્ત સાથે લવાયા
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બંને કોર્પોરેટરોની હાજરીને લઈને પ્રથમ બેઠક દરમિયાન રાજકીય માહોલ ગરમાયો : સમગ્ર ઘટનાક્રમ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ : જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી પ્રથમ સામાન્ય સભા ચર્ચાનો વિષય બની હતી. ગુજસીટોક પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા બે કોર્પોરેટરોને અદાલતની મંજૂરીથી પોલીસ બંદોબસ્ત વચ્ચે બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા.
વોર્ડ નંબર 12 માંથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફી તથા આમ આદમી પાર્ટીના અસલમ ખિલજી સામે ગુનાહિત પ્રકરણ ચાલી રહ્યું હોવાથી બંને હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. બંનેના વકીલ દ્વારા મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં હાજર રહેવાની મંજૂરી માટે વિશેષ અદાલતમાં અરજી કરાઈ હતી. અદાલતે અરજી સ્વીકારી પોલીસ બંદોબસ્ત સાથે બેઠકમાં હાજર રાખવા મંજૂરી આપી હતી.
અદાલતી આદેશના અનુસંધાને આજે બપોરે બંને કોર્પોરેટરોને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં લાવવામાં આવ્યા. સમગ્ર સમય દરમિયાન તેમની સાથે પોલીસનો ચુસ્ત પહેરો ગોઠવવામાં આવ્યો હતો.
બંને કોર્પોરેટરોની હાજરીને લઈને પ્રથમ બેઠક દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો અને સમગ્ર ઘટનાક્રમ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
