<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

ગેસના બાટલાની દાદાએ ના પાડી બે લાફા મારી દેતાં મોહિતે ઝપાઝપી કરી પછાડી દઇ માથામાં બ્‍લોક ફટકારી દીધો'તો

રામાપીર ચોકડીએ શાષાીનગરમાં વૃધ્‍ધ અરજણભાઇ મિયાત્રાની હત્‍યામાં પોૈત્ર મોહિતની ધરપકડ મોહિતે અગાઉ પણ દાદાની જમીન ઉપર ધીરાણ લઇ રૂપિયા વાપરી નાંખ્‍યા હોઇ દાદા-પોૈત્ર વચ્‍ચે મિલ્‍કતને લઇને લાંબા સમયથી તકરાર ચાલતી હતીઃ પોતાને પોૈત્રથી ભય હોઇ વૃધ્‍ધે થોડા દિવસ પોતાના ભાઇને સાથે રહેવા બોલાવ્‍યા હતાં: ગઇકાલે દાદા એકલા હતાં ત્‍યારે મોહિતે મોતને ઘાટ ઉતારી દીધા

રાજકોટ તા. ૨૬: રામાપીર ચોકડી પાસે દેવજીવન હોટલ પાછળ શાષાીનગરમાં એકલા જ રહેતાં અરજણભાઇ દેવદાનભાઇ મિયાત્રા (ઉ.વ.૭૩) નામના વૃધ્‍ધની તેના જ પોૈત્ર રેલનગર અમૃત પાર્ક-૨માં રહેતાં મોહિતે મિલ્‍કતના ઝઘડામાં ખાર રાખી માથાના પાછળના ભાગે બોથડ પદાર્થ ફટકારી હત્‍યા કરી નાંખ્‍યાના બનાવમાં મોડી સાંજે યુનિવર્સિટી પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ બાદ ગુનો નોંધી આરોપી પોૈત્રની ધરપકડ કરી લીધી છે. દાદાની હત્‍યા કર્યાનો હવે પોૈત્રને પસ્‍તાવો થતો હોવાનું રટણ તેણે કર્યુ હતું. તપાસમાં મોહિતે રટણ કર્યુ હતું કે-ગેસનો બાટલો લેવા પોતે ગયો ત્‍યારે દાદાએ બાટલો નથી તેમ કહી પોતાને બે લાફા મારી દેતાં પોતાને ગુસ્‍સો ચડયો હતો. ઝપાઝપી થતાં દાદા પડી ગયા હતાં, એ પછી તેણે પથ્‍થરનો બ્‍લોક ઉઠાવી દાદાને ફટકારી દીધો હતો.

આ બનાવમાં પોલીસે હત્‍યાનો ભોગ બનેલા અરજણભાઇ મિયાત્રાના જમાઇ રેલનગર અમૃત પાર્કમાં રહેતાં હરિભાઇ મેરામભાઇ મકવાણા (ઉ.વ.૪૯)ની ફરિયાદ પરથી અરજણભાઇના પોૈત્ર મોહિત રમેશભાઇ મિયાત્રા વિરૂધ્‍ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. ફરિયાદી હરીભાઈના જણાવ્‍યા અનુસાર તેમના ૭૩ વર્ષીય સસરા અરજણભાઈ દેવદાનભાઈ મિયાત્રા શાષાીનગર મેઈન રોડ પર, દેવજીવન હોટલની સામે રામપીર ચોકડી પાસે એકલા રહેતા હતાં.  તેમના સાસુ બાલુબેનનું બે વર્ષ પહેલાં અવસાન થયુ હતું. ગઈકાલે તા. ૨૫/૦૫ના રોજ સવારે પોણા સાતેક વાગ્‍યાના અરસામાં હરીભાઈ પર તેમના સાળાના દીકરા મોહિતનો ફોન આવ્‍યો હતો કે-દાદા ઘરે પડી ગયા છે અને તેમને માથામાં ઈજા થઈ છે. આ સાંભળી હરીભાઈ તાત્‍કાલિક પોતાના સસરાના ઘરે દોડી ગયા હતા. ત્‍યાં ઓસરીના દરવાજા વચ્‍ચે અરજણબાપા બેભાન અને લોહીલુહાણ હાલતમાં પડ્‍યા હતા. ઓસરી તેમજ ફળિયામાં લોહીના ડાઘા વિખરાયેલા હતા.

જ્‍યારે હરીભાઈ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા ત્‍યારે ત્‍યાં મોહિત અને તેનો અન્‍ય પિતરાઈ ભાઈ સાગર હાજર હતા. આ વખતે મોહિત અરજણબાપાને હોસ્‍પિટલ લઈ જવાની આનાકાની કરતો હતો અને પોસ્‍ટમોર્ટમ કરાવવું નથી તેવી વાતો કરતો હતો. મોહિતની આ શંકાસ્‍પદ વર્તણૂક જોઈને હરીભાઈને વહેમ ગયો હતો. તેથી તેમણે તાત્‍કાલિક સાગર પાસે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ બોલાવડાવી હતી. અન્‍ય સગા-સંબંધીઓ પણ ત્‍યાં આવી પહોંચતા, લોહીલુહાણ હાલતમાં અરજણભાઈને સરકારી હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કર્યા હતા.

સરકારી હોસ્‍પિટલના ડોક્‍ટરોએ જ્‍યારે લાશનું પરીક્ષણ કર્યું ત્‍યારે ખુલાસો થયો કે આ કોઈ સામાન્‍ય પડી જવાની ઘટના નથી. ડોક્‍ટરે જણાવ્‍યું કે મળતક અરજણભાઈના માથાના પાછળના ભાગે કોઈ ભારે બોથડ પદાર્થ મારીને જીવલેણ ઘા કરવામાં આવ્‍યો છે. આ અંગે જ્‍યારે હરીભાઈએ મોહિતને કડકાઈથી પૂછયું તો તેણે બહાનું બનાવ્‍યું કે, હું સવારે છ વાગ્‍યે ગેસનો બાટલો લેવા આવ્‍યો ત્‍યારે દાદા ફળિયામાં પડેલા હતા અને હું જ તેમને ઓસરીમાં લાવ્‍યો છું.

પરિવારના જણાવ્‍યા મુજબ અરજણભાઈ માટે દિકરીના ઘરેથી એટલે કે હરીભાઈના ઘરેથી  દરરોજ ટિફિન જતું હતું. આઠ દિવસ પહેલાં અરજણભાઈએ બે વ્‍યક્‍તિના ટિફિન મંગાવ્‍યા હતા. જમાઈ હરીભાઈએ કારણ પૂછતા દાદાએ કહેલું કે-મારો પૌત્ર મોહિત  મારી સાથે અવારનવાર ઝઘડા કરે છે, જેની મને બીક લાગે છે. તેથી મેં મારા મોટાભાઈ રવાભાઈને મારી સાથે પાંચ દિવસ રોકાવા માટે બોલાવ્‍યા છે.

અગાઉ આરોપી મોહિતે દાદા અરજણભાઈની ખેતીની જમીન પર પોતાના નામે ધિરાણ ઉપાડી લીધું હતું, જેને લઈને દાદા અને પૌત્ર વચ્‍ચે અવારનવાર ઉગ્ર બોલાચાલી અને ઝઘડા થતા હતા. આશરે છ મહિના પહેલાં અરજણભાઈએ તેમના જમાઈઓ હરીભાઈ, હેમતભાઈ અને અમિતભાઈને બોલાવીને શાષાીનગર મેઈન રોડ પર આવેલો પોતાનો કિંમતી પ્‍લોટ દીકરીઓના નામે કરી દેવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી હતી. જોકે જમાઈઓએ ત્‍યારે ના પાડી હતી, પરંતુ આ વાતની અદાવત આરોપી મોહિતે મનમાં રાખી લીધી હતી. મિલકતના ઝઘડાનો ખાર રાખી દાદા એકલા હોવાનો લાભ ઉઠાવી માથાના પાછળના ભાગે પથ્‍થરનો બ્‍લોક ફટકારી હત્‍યા કરી હતી. હત્‍યા કર્યા પછી આરોપી પોલીસ કસ્‍ટડીમાં પસ્‍તાવાના આંસુ સારતો જોવા મળ્‍યો હતો.

તપાસનીશ ટીમ

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી આર. એસ. બારીયાની રાહબરીમાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇ સી. એન. દવે, પીએસઆઇ વી. જી. ડોડીયા, એ. જે. લાઠીયા, રાઇટરો જીતુભાઇ બાળા, સુભાષભાઇ કુગશીયા, અક્ષયભાઇ પટેલ અને ડી. સ્‍ટાફની ટીમે આ ગુનો ઉકેલવા જહેમત ઉઠાવી હતી.

(3:05 PM IST)