તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
જિલ્લા પંચાયતમાં સમિતિઓની રચના માટે જુનના પ્રારંભે સામાન્ય સભા
સેવાનો અવસર આપવા બદલ મોવડી મંડળનો આભાર માનતા પદાધિકારીઓ

રાજકોટ, તા. ર૬: જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સંજય પીપળિયા અને ઉપપ્રમુખ તરીકે સામતભાઇ બાંભવાએ ગઇકાલથી કાર્યભારી સંભાળી લીધી છે. અન્ય ત્રણ પદાધિકારીઓ કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડકના નામ જાહેર થઇ ગયા છે. હવે સમિતિઓની રચના માટે જુનના પ્રારંભે ખાસ સામાન્ય સભા બોલાવવાના ચક્રો ગતિમાન થયા છે. સામાન્ય સભામાં સમિતિઓ રચાયા બાદ જે તે સમિતિની બેઠક મળશે જેમાં સમિતિના અધ્યક્ષ ચૂંટાશે.
રાજકોટ જિલ્લા પંચાયત ના નવનિયુક્ત પ્રમુખ સંજયભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતળત્વ હેઠળ કેન્દ્ર અને ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસના સંકલ્પને વેગ આપવા માટે સતત ગ્રામીણ વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે ત્યારે આજે મને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તે બદલ અમે બધા પદાધિકારીઓ ભાજપ મોવડી મંડળનો આભાર માનીએ છીએ.
રાજકોટ જિલ્લાના ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ,બાળકો અને યુવાનોના જીવનમાં સુધારો અને સમળદ્ધિ લાવવા માટે આધુનિક ખેતી, સિંચાઈ, રોજગારી, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને ડિજિટલ વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવશે તેમ સહયોગીં સૌનો આભાર વ્યક્ત કરતા જિલ્લા પંચાયત નવનિયુક્ત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ઉપપ્રમુખ સામતભાઈ બાંભવા, કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રા, શાસકપક્ષ નેતા પારૂલબેન કણસાગરા, દંડક અમરશીભાઈ ચૌહાણે જણાવ્યું છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
