તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Tuesday, 26th May 2026
સ્થિર સરકાર અને આર્થિક સુધારાની અપેક્ષા પૂર્ણઃ સેન્સેક્સ ૧૨ વર્ષમાં આશરે ૨૫૦૦૦ થી ૭૫૦૦૦ પર પહોંચ્યું, જ્યારે નિફટી ૭૫૦૦ થી ૨૩૫૦૦ સુધી પહોંચ્યું
વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં શેર બજાર કૂદકેને ભૂસકે વધ્યુ : વર્ષ ૨૦૧૪ માં ડિમેટ એકાઉન્ટ આશરે ૨ કરોડ હતા અને હાલ આશરે ૨૧ કરોડ થી વધુ છે રોકાણકારો ને બખ્ખા.....

સોના ચાંદીમાં પણ અભુતપુર્વ તેજી... સોનુ ૨૦૧૪ માં હતું આશરે ૨૯૦૦૦ અને આજે છે ૧૬૩૦૦૦ ચાંદી ૨૦૧૪માં હતી રૂ.૪૩૦૦૦ અને આજે છે રૂ.૨૯૫૦૦૦ સોના ચાંદી માં હાઈએસ્ટ રીટર્ન એક વર્ષ સોનું નહી ખરીદવાની નરેન્દ્રભાઈની સલાહ
(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ નરેન્દ્ર ભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યાર થી ભારતીય શેરબજાર માં એક લાંબા ગાળા નો મજબૂત ઉછાળો જોવા મળ્યો છે. મે ૨૦૧૪ માં જ્યારે તેમની સરકાર સત્તામાં આવી ત્યારે બીએસઇ સેન્સેક્સ અંદાજે ૨૫ હજારની આસપાસ હતો અને નિફટી લગભગ ૭૫૦૦ની આસપાસ હતો. તે સમયે રોકાણકારો માં નવી સરકાર પ્રત્યે ભારે આશા અને વિશ્વાસ જોવા મળ્યો હતો. ‘‘સ્થિર સરકાર'' અને ‘‘આર્થિક સુધારાઓ''ની અપેક્ષા એ બજારમાં તેજીનું વાતાવરણ ઉભું કર્યું હતું. શરૂઆત ના વર્ષોમાં સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, જીએસટી, જન ધન યોજના, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવા મોટા પગલાં લેવાયા. આ નીતિઓ ને કારણે દેશી તેમજ વિદેશી રોકાણકારો નો વિશ્વાસ વધ્યો. પરિણામે શેરબજાર માં સતત વધારો જોવા મળ્યો અને થોડા જ વર્ષોમાં સેન્સેક્સ ૩૦ હજાર અને પછી ૪૦ હજાર પાર પહોંચ્યો.
વર્ષ ૨૦૧૬માં નોટબંધીની જાહેરાત પછી બજાર માં થોડા સમય માટે ભારે અસ્થિરતા આવી હતી. રોકાણકારો માં ગભરાટ જોવા મળ્યો હતો અને ઘણા શેરોમાં ઘટાડો થયો હતો. જો કે, થોડા મહિના ઓ પછી બજારે ફરીથી ગતિ પકડી અને નવી ઊંચાઈઓ તરફ આગળ વધ્યું. ત્યારબાદ જીએસટી લાગુ પડતાં શરૂઆત માં વેપાર ક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ આવી, પરંતુ લાંબા ગાળે તેને અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ સુધારો માનવામાં આવ્યો.
વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારી દરમિયાન ભારતીય શેરબજારે સૌથી મોટાં ઝટકાંમાંથી એક અનુભવ્યું. લોકડાઉન અને વૈશ્વિક ભયને કારણે સેન્સેક્સ ભારે તૂટી ગયો હતો અને રોકાણકારોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. પરંતુ ત્યારબાદ ભારત સહિત વિશ્વભરમાં આર્થિક પેકેજો, ઓછા વ્યાજદર અને ડિજિટલ અર્થવ્યવસ્થા ના વધતા પ્રભાવને કારણે શેરબજાર માં ઐતિહાસિક રિકવરી જોવા મળી, થોડા જ સમય માં બજાર ફરી નવી ઊંચાઈઓ પર પહોંચી ગયું, કોરોના પછી ના સમય માં ભારતીય શેરબજાર માં સામાન્ય નાના રોકાણકારો ની સંખ્યા ખૂબ ઝડપથી વધી. એસઆઈપી અને મ્યુચલ ફંડ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો, કરોડો નવા ડિમેટ ખાતા ખુલ્યા અને શેરબજાર ગામડાં સુધી ચર્ચાનો વિષય બન્યું. ખાસ કરીને આઇટી, બેંકિગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ, રેલ્વે, અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ભારે તેજી જોવા મળી.
૨૦૨૪ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. ચૂંટણી ના પરિણામ ના દિવસે બજારમાં મોટો ઘટાડો આવ્યો કારણ કે સરકારને પૂર્ણ બહુમતી ન મળવાની આશંકા ઉભી થઈ હતી. પરંતુ થોડા સમયમાં NDA સરકાર ફરી રચાતા રોકાણકારોનો વિશ્વાસ પાછો આવ્યો અને બજાર ફરી મજબૂત બન્યું, ઘણા રોકાણકારો એ આ સમયગાળામાં મોટી કમાણી કરી, ખાસ કરીને જેમણે લાંબા ગાળે રોકાણ જાળવી રાખ્યું. આપણે ડિમેટ એકાઉન્ટ ની પોઝિશન જોઈએ તો ૨૦૧૪ના મે મહિનામાં ભારત માં કુલ ડિમેટ એકાઉન્ટ્સ આશરે ૨ કરોડ જેટલા હતા, તે સમયે શેરબજારમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી આજ ની સરખામણીએ ઘણી ઓછી હતી, અને અત્યારે ભારતમાં કુલ ડિમેટ એકાઉન્ટ્સ આશરે ૨૧.૫ થી ૨૨ કરોડ સુધી પહોંચી ગયા છે, જેમાંથી લગભગ CDSL પાસે ~17.3 કરોડ, NSDL પાસે ~4.3 કરોડ એકાઉન્ટ્સ છે, હોવાનું જાણવા મળે છે , એટલે કે છેલ્લા ૧૧ થી ૧૨ વર્ષમાં ડિમેટ એકાઉન્ટ્સમાં લગભગ ૧૦ ગણો વધારો થયો છે.
એકંદરે જોવામાં આવે તો નરેન્દ્ર મોદી ના કાર્યકાળ દરમિયાન ભારતીય શેરબજાર વિશ્વના સૌથી ઝડપથી વધતા બજારોમાં સામેલ બન્યું છે. વચ્ચે ઘણીવાર મંદી, વૈશ્વિક સંકટ અને રાજકીય અનિヘતિતા આવી હોવા છતાં લાંબા ગાળે બજાર નો દિશાસૂચક ટ્રેન્ડ વૃદ્ધિ તરફ જ રહ્યો છે. આવી જ રીતે સોના અને ચાંદીના ભાવોમાં પણ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારથી અત્યાર સુધીમાં મોટો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને વૈશ્વિક આર્થિક અનિヘતિતા, કોરોના મહામારી, યુદ્ધ જેવી પરિસ્થિતિઓ અને ડોલરની હલચલને કારણે સોના-ચાંદીમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો હતો.
વર્ષ ૨૦૧૪માં જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે ભારતમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ અંદાજે ૨૮ થી ૩૦ હજાર રૂપિયા ની આસપાસ હતો. તે સમયે વૈશ્વિક બજાર માં સોનામાં ખાસ તેજી નહોતી અને લોકોનો ફોકસ વધુ શેરબજાર તરફ હતો. ચાંદીનો ભાવ પણ અંદાજે ૪૦ થી ૪૫ હજાર રૂપિયા પ્રતિ કિલો આસપાસ ચાલતો હતો.
પછીના થોડા વર્ષોમાં સોનામાં ધીમે ધીમે વધારો થતો રહ્યો. વૈશ્વિક સ્તરે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવ, ડોલરની અસ્થિરતા અને આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિઓને કારણે લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની ખરીદી તરફ વળ્યા. ભારતમાં પણ લગ્નપ્રસંગો અને પરંપરાગત માંગને કારણે સોનાની માંગ મજબૂત રહી. વર્ષ ૨૦૧૬ની નોટબંધી દરમિયાન થોડા સમય માટે સોના બજારમાં ભારે ગડબડ જોવા મળી હતી. કેટલાક સ્થળોએ સોનાના ભાવ અચાનક વધી ગયા હતા કારણ કે લોકો રોકડને સોનામાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે બાદમાં બજાર સામાન્ય થયું.
વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારી આવ્યા પછી સોનામાં ઐતિહાસિક તેજી જોવા મળી. વિશ્વભરના શેરબજારો તૂટતાં રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે સોનામાં રોકાણ કરવા લાગ્યા. પરિણામે ભારતમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ પહેલીવાર ૫૦ હજાર રૂપિયાની નજીક પહોંચ્યો. ચાંદી માં પણ ભારે ઉછાળો આવ્યો અને તેનો ભાવ લગભગ ૭૦ હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી ગયો.
કોરોના પછીના સમયમાં વૈશ્વિક મોંઘવારી, વ્યાજદરની નીતિઓ અને રશિયા .. યુક્રેન યુદ્ધ જેવી ઘટનાઓને કારણે સોના-ચાંદીના ભાવોમાં સતત અસ્થિરતા જોવા મળી.
પરંતુ લાંબા ગાળે બંને ધાતુઓમાં વધારો જ રહ્યો, ખાસ કરીને ૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન સોના એ વારંવાર નવા રેકોર્ડ બનાવ્યા, હાલ ના સમય માં ભારતમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ અંદાજે ૧ લાખ ૬૩હજાર થી વધુ સુધી પહોંચી ગયો છે, જ્યારે ચાંદીનો ભાવ પણ ઘણીવારરૂ ૨.૯૦ હજાર રૂપિયા પ્રતિ કિલો આસપાસ જોવા મળ્યો છે. એટલે કે ૨૦૧૪ની સરખામણીએ સોનામાં લગભગ બમણાથી વધુ વધારો અને ચાંદીમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.
આ સમગ્ર સમયગાળામાં લોકો માટે સોનું માત્ર આભૂષણ નહીં પરંતુ ‘‘સુરક્ષિત રોકાણ'' તરીકે વધુ મજબૂત બન્યું છે. જ્યારે શેરબજારમાં ભારે અસ્થિરતા આવે છે ત્યારે ઘણા રોકાણકારો આજે પણ સોના તરફ વળે છે. બીજી તરફ ચાંદીમાં ઔદ્યોગિક ઉપયોગ વધારે હોવાથી તેની કિમત પર વૈશ્વિક ઉદ્યોગ અને ટેક્રોલોજી ક્ષેત્રની માંગનો પણ મોટો પ્રભાવ રહે છે.
એકંદરે જોવામાં આવે તો નરેન્દ્ર મોદી ના કાર્યકાળ દરમિયાન ભારતના શેરબજાર સાથે સાથે સોના અને ચાંદીના ભાવોમાં પણ લાંબા ગાળે મજબૂત વધારો જોવા મળ્યો છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
