તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીના સફળ 12 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં 'સિદ્ધિ અભિયાન' થકી ભાજપ ભવ્ય ઉજવણી કરશે
પીએમ મોદીએ દેશ અને રાજ્યના વડા તરીકે સૌથી લાંબો સમય સેવા આપવાનો એક અનોખો કીર્તિમાન પણ પોતાના નામે અંકિત કર્યો

નવી દિલ્હી :મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન પદ સુધીની સફરમાં નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય રાજનીતિ અને શાસન વ્યવસ્થામાં એક નવો જ ઈતિહાસ રચી દીધો છે. વડાપ્રધાન તરીકે તેમના સફળ 12 વર્ષ પૂર્ણ થતાં જ ભાજપ દ્વારા દેશભરમાં 'સિદ્ધિ અભિયાન' થકી તેની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. પીએમ મોદીએ દેશ અને રાજ્યના વડા તરીકે સૌથી લાંબો સમય સેવા આપવાનો એક અનોખો કીર્તિમાન પણ પોતાના નામે અંકિત કર્યો છે.
બરાબર 12 વર્ષ પહેલા 26 મે 2014ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ દેશના વડાપ્રધાન પદના શપથ લીધા હતા. આજે પીએમ તરીકે તેમના સફળ 12 વર્ષ પૂર્ણ થયા છે અને આ સાથે જ તેમણે દેશના શાસનમાં કુલ 8,997 દિવસ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક અવસરે ભાજપના નેતાઓ અને કાર્યકરો દેશભરમાં જનકલ્યાણ, સુશાસન અને આર્થિક વિકાસની સિદ્ધિઓ જન-જન સુધી પહોંચાડશે.
નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સૌથી લાંબો સમય શાસન કરનારા રાજ્યના વડા બનવાનો નવો રેકોર્ડ પણ પ્રસ્થાપિત કર્યો છે. તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના 8,930 દિવસના શાસનના રેકોર્ડને તોડીને નવો ઇતિહાસ રચ્યો છે. ભારતના ઇતિહાસમાં સૌથી વધુ સમય પીએમ પદે સેવા આપવામાં નરેન્દ્રભાઈ મોદી અત્યારે દેશમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા છે.
દેશમાં સૌથી લાંબો સમય વડાપ્રધાન પદ સંભાળવાનો રેકોર્ડ ભારતના પ્રથમ પીએમ જવાહરલાલ નહેરુના નામે છે, જેઓ 16 વર્ષ અને 286 દિવસ પદ પર રહ્યા હતા.
દેશના મુખ્ય વડાપ્રધાનોનો સમયગાળો આ મુજબ છે:
- જવાહરલાલ નહેરુ: 16 વર્ષ 286 દિવસ
- ઇન્દિરા ગાંધી: 15 વર્ષ 350 દિવસ
- નરેન્દ્ર મોદી: 12 વર્ષ 00 દિવસ
- મનમોહન સિંહ: 10 વર્ષ 4 દિવસ
- અટલ毕હારી વાજપેયી: 6 વર્ષ 80 દિવસ
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
