તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
દેશની સામાન્ય જનતાના ઉડાનના સ્વપ્નને સાકાર કરતા નરેન્દ્રભાઇ મોદી : વર્ષ ૨૦૧૪માં હતા આશરે ૭૫ એરપોર્ટ અને હાલમાં છેઃ ૧૬૫ એરપોર્ટ.....!!!!
ઉડાન યોજનાનો કર્યો આરંભઃ ‘‘ઉડે દેશ કા આમ નાગરિક'' નાના શહેરો હવાઈ નકશામાં જોડાયા, ભારતીય એરપોર્ટ નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ૪૧ કરોડથી વધુ મુસાફરોને હેન્ડલ કર્યા, સંઘપ્રદેશ દમણમાં એરપોર્ટના ઉદ્ધાટનની તૈયારી

(જીતેન્દ્ર રૂપારેલિયા...) વાપી : વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર ભાઈ ૧૨ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે ઉડ્ડયન ક્ષેત્રે ભારતે લાંબી ઉડાન ભરી છે.
નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારથી તેમનું સપનું હતું કે દેશનો સામાન્ય નાગરિક પણ સરળતાથી હવાઈ મુસાફરી કરી શકવો જોઈએ... આ સ્વપ્નને પુર્ણ કરવા કોઈ કસર ના રાખી, ઉડાન યોજના અમલમાં મૂકી. ઉડાનનો સંપૂર્ણ અર્થ છે ‘‘ઉડે દેશ કા આમ નાગરિક'' આ યોજના વર્ષ ૨૦૧૬માં મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી. જેનો મુખ્ય હેતુ નાના શહેરોને હવાઈ માર્ગે જોડવાનો અને સામાન્ય લોકોને ઓછા ભાવે ફ્લાઇટ સુવિધા આપવાનો છે. ઉડાન યોજનાના મુખ્ય હેતુ નાના શહેરોમાં એરપોર્ટ વિકાસ, સસ્તી એર ટિકિટ, ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોને હવાઈ સેવા સાથે જોડવા, પ્રવાસન અને વેપાર વધારવો, યોજનાની મહત્વની વાત જોઈએ તો આશરે ૧ કલાકની હવાઈ સફર માટે ભાડું મર્યાદિત રાખવામાં આવે છે. સરકાર એરલાઇન કંપનીઓને સહાય આપે છે જેથી ટિકિટ સસ્તી રહે.
બંધ પડેલા અથવા ઓછા ઉપયોગમાં આવતા એરપોર્ટ ફરી શરૂ કરવામાં આવે છે, જેનો લાભ એ હતો કે સામાન્ય લોકો પણ હવાઈ મુસાફરી કરી શકે નાના શહેરોમાં રોજગાર અને વિકાસ વધે, પ્રવાસન ક્ષેત્રને ફાયદો થાય, આ ઉડાન યોજનાને પગલે દેશમાં ૯૩ એરપોર્ટ/હેલિપોર્ટ જોડાયા તેમજ ૬૫૦ થી વધુ રૂટ શરૂ થયા ૧.૫ કરોડથી વધુ મુસાફરોને લાભ મળ્યો.
એરપોર્ટોની સંખ્યા બમણી થઈવર્ષ ૨૦૧૪માં ભારતમાં લગભગ ૭૪ ઓપરેશનલ એરપોર્ટ હતા, જે હવે આશરે ૧૬૦ થી વધુ થઈ ગયા છે, જેથી નાના શહેરો પણ હવાઈ નકશામાં જોડાયા. નવા અને આધુનિક એરપોર્ટ ઉપર ભાર...
નોઇડા ઇન્ટરનેટ નેશનલ એરપોર્ટ કેમ્પેગોવાડ ઇન્ટરનેટ નેશનલ એરપોર્ટ ઘણા મોટા એરપોર્ટનું વિસ્તરણ અને આધુનિકીકરણ થયું. નવા ટર્મિનલ અને રનવે બનાવાયા. મુસાફરોની સંખ્યામાં મોટો વધારો.
ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું ડોમેસ્ટિક એવિએશન માર્કેટ બન્યું. ભારતીય એરપોર્ટોએ નાણાકીય વર્ષ ૨૦૨૫ માં ૪૧ કરોડથી વધુ મુસાફરો હેન્ડલ કર્યા. વર્ષ ૨૦૧૪માં ભારતમાં લગભગ ૭૪ ઓપરેશનલ એરપોર્ટ હતા જે હાલ માં લગભગ ૧૬૦થી વધુ છે એટલે કે છેલ્લા લગભગ ૧૨ વર્ષમાં દેશના ઓપરસનલ એરપોર્ટની સંખ્યામાં લગભગ બમણાથી વધુ વધારો થયો છે. આ વધારાનુ મુખ્ય કારણ બેનર ઉડાન સ્કીમ, નાના શહેરોને હવાઈ સેવા સાથે જોડવાનો પ્રયાસ, નવા Greenfield Airports, જૂના airstrips ને ઓપરેશનલ બનાવવાના પ્રયત્નોના કારણે aviation sector ઝડપથી વિસ્તર્યો.
કેટલાક નવા એરપોર્ટની સૂચિ જોઈએ તો નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટ, ડોનયી પોલો એરપોર્ટ, કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ.
મની મોદી સરકારે એવિએશન સેક્ટરમાં ખુબ પ્રગતિ કરી છે તેવું ચોકક્કસપણે કહી શકાય અને આમ જનતા માટે વિમાન પ્રવાસ અનુકૂળ બનાવ્યો.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
