તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
નડિયાદના વડતાલ નજીક ફાર્મમાં ચાલતા જુગારધામ પર એસએમસીના પીએસઆઈ કે.એચ.ઝંકાતનો મોટો દરોડો : હિરેન ખરાડી, હબીબ શંભય અને અર્જુનસિંહ રાઠોડ સહિત ૧૪ જુગારીઓ રંગેહાથ ઝડપાયા : જુઓ વિડીયો
રૂા.૬.૪૬ લાખનો મુદ્દામાલ જપ્ત : જુગાર રમાડનાર મુખ્ય સૂત્રધાર નીતિન પરમાર, ખેતર ભાડે આપનાર કિશોરભાઈ અને ચાર વાહનોના ચાલક-માલિકો સહિત ૬ શખ્સો વોન્ટેડ જાહેર

નડિયાદ: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વડતાલ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને જુગારધામ પર મોટો પ્રહાર કર્યો છે. એસએમસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ.ઝંકાત અને તેમની ટીમે બાતમીના આધારે વડતાલ રેલવે ફાટક નજીક આવેલા રાજનગર સીમના કિશોરભાઈના ખુલ્લા ખેતરમાં પ્રોગ્રેસિવ રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન ફાર્મમાં ચાલતી જુગારની મસમોટી મહેફિલ પર પોલીસે ત્રાટકીને જુગાર રમી અને રમાડી રહેલા ૧૪ જેટલા શખ્સોને આબાદ રીતે દબોચી લીધા હતા.
પોલીસ તંત્રની આ સપાટાબારીમાં ઘટનાસ્થળેથી જુગાર રમાડનાર મુખ્ય સંચાલકો અને જુગારીઓ સહિત કુલ ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં (૧) હિરેન સોમા ખરાડી (રહે. ચાંદખેડા, અમદાવાદ - જુગાર રમાડનાર), (૨) હબીબ આદમ શંભય (રહે. નડિયાદ, ખેડા - જુગાર રમાડનાર), (૩) અર્જુનસિંહ ફતેસિંહ રાઠોડ (રહે. બાકરોલ, આણંદ - જુગાર રમાડનાર), (૪) સલીમ મોહમ્મદ દોઈવાલા (રહે. નડિયાદ, ખેડા - જુગાર રમાડનાર) અને (五) અબ્દુલ રજાક અબ્દુલ કાદર મેમણ (રહે. આણંદ - જુગાર રમાડનાર) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત જુગાર રમતા અન્ય શખ્સોમાં (૬) અશ્વિન હરમાન પરમાર (રહે. વડતાલ, ખેડા), (૭) સુરેશ હાથી પરમાર (રહે. વડતાલ, ખેડા), (૮) નસરૂલ્લાહ ઇશુભા રાણા (રહે. બોરસદ, આણંદ), (૯) નીરજ હરેશ પટેલ (રહે. આણંદ), (૧૦) મોસીન નજીરમીયા કાઝી (રહે. બોરસદ, આણંદ), (૧૧) આરીફ અનવર વોરા (રહે. આંકલાવ, આણંદ), (૧૨) હમીરસિંહ રવિન્દ્રસિંહ રાજ (રહે. આંકલાવ, આણંદ), (૧૩) ભુપેન્દ્રભાઈ રમણલાલ શર્મા (રહે. આણંદ) અને (૧૪) ઈશ્વરગીરી જગદીશગીરી ગીરી (રહે. વડતાલ, ખેડા) નો સમાવેશ થાય છે. આ તમામ પકડાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વડતાલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
એસએમસીની ટીમે ઘટનાસ્થળેથી કુલ રૂા.૭૦,૨૦૦/- ની રોકડી રકમ, રૂા.૫૧,૫૦૦/- ની કિંમતના ૧૪ નંગ મોબાઈલ ફોન, રૂા.૫,૨૫,૦૦૦/- ની કિંમતના ૮ નંગ વાહનો, ૩૯૪ નંગ પ્લાસ્ટિકના ટોકન, ૫ જોડી પાના અને ૧ નંગ પ્લાસ્ટિકનું બોક્સ મળીને કુલ રૂા.૬,૪૬,૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ રેડ દરમિયાન દરોડાની ગંધ આવી જતા ૬ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં જુગાર રમાડનારો મુખ્ય માણસ નીતિનભાઈ ભીખાભાઈ પરમાર (રહે. વડતાલ, નડિયાદ, ખેડા), જુગાર રમવા માટે પોતાનું ખેતર ભાડે આપનાર કિશોરભાઈ (રહે. રાજનગર સીમ, નડિયાદ) તેમજ ઘટનાસ્થળેથી મળેલા ચાર શંકાસ્પદ વાહનો (નંબર GJ-23-EC-0002, GJ-07-EP-5626, GJ-07-EM-8936 અને GJ-16-DP-6048) ના ચાલકો અને માલિકોનો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે વડતાલ પોલીસ મથકે પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટની કલમ ૧૨ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૧૨(૨) મુજબ ગુનો નોંધી પીએસઆઈ કે.એચ.ઝંકાતના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
