<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

યાત્રાધામ જવા માટે સરકારની સહાય

યાત્રાધામ બોર્ડની પ્રજાલક્ષી યોજનાઓની માહિતી આપતા સચિવ રમેશ મેરજા : કૈલાસ માનસરોવર, રામ જન્‍મભૂમિ, સિંધુ દર્શન વગેરે માટે લાભદાયી યોજના

રાજકોટ : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સ્‍થાપના વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલ છે. બોર્ડ દ્વારા સરકારશ્રીના ૧૦૦ટકા અનુદાનથી કામગીરી હાથ ધરવામાં આવે છે.

બોર્ડના મુખ્‍ય કાર્યોમાં, રાજ્‍યના પવિત્ર યાત્રાધામ/ધર્મસ્‍થાનોનો તરીકે જાહેર કરેલા સ્‍થળોનો શાંતિપૂર્ણ અને ધાર્મિક પ્રવળતિઓ માટે વિકાસ, યાત્રાધામોને સ્‍માર્ટ સ્‍પિરિચ્‍યુઅલ ડેસ્‍ટીનેશન તરીકે વિકસાવવાની કામગીરી, યાત્રિકોની સુવિધા વધારવા માટે સ્‍થાનિક પરિસ્‍થિતિને ધ્‍યાને રાખી મંદિર પરીસરની આજુબાજુના વિસ્‍તારના વિકાસ માટે માસ્‍ટર પ્‍લાન કરી તેનો વિકાસ, યાત્રાધામો ખાતે યાત્રાળુઓ માટે વિવિધલક્ષી સુવિધાઓ સરળતાથી ઉપલબ્‍ધ થાય તે માટેનું આયોજન, યાત્રાધામો ખાતે માળખાકીય સુવિધાઓનો વિકાસ અને યાત્રાધામો ખાતે વાતાવરણની સ્‍વચ્‍છતા, સુંદરતા અને પવિત્રતા જાળવવા જરૂરી પગલાં લેવામાં આવે છે.

રાજ્‍ય સરકાર દ્વારા અંબાજી, સોમનાથ, દ્વારકા, ગિરનાર, પાલીતાણા, ડાકોર, શામળાજી અને પાવાગઢને આઠ પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરવામાં આવેલ છે.

બોર્ડ દ્વારા આઠ પવિત્ર યાત્રાધામ, રાજ્‍ય સરકારશ્રી હસ્‍તકના અન્‍ય યાત્રાધામ તેમજ ખાનગી ટ્રસ્‍ટ સંચાલિત મંદિરોના સર્વગ્રાહી વિકાસની કામગીરી હાથ ધરવામાં આવે છે. રાજ્‍યના આઠ મહત્‍વના યાત્રાધામો ખાતે નિયત વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા જાળવવાની કામગીરી પણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.

બોર્ડ દ્વારા પ્રજાલક્ષી યોજનાઓ જેવી કે, ૧. કૈલાસ માનસરોવર યોજના, ૨. ગુજરાત રાજયમાં વસતા વરિષ્ઠ નાગરિકોને યાત્રાધામોના દર્શન કરાવવા શ્રવણ તીર્થદર્શન યોજના, ૩. સિંધુ દર્શન યોજના તેમજ ૪. શ્રી રામજન્‍મભુમિ શબરી સ્‍મળતિ યાત્રા સહાય યોજનાનું પણ સંચાલન કરવામાં આવે છે.

 વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના એક ભારત, શ્રેષ્‍ઠ ભારતના મંત્રને સાકાર કરતા કૈલાશ માન સરોવર યોજના, સિંધુ દર્શન યોજના અને શ્રી રામજન્‍મભૂમિ યોજના કૈલાશ પર્વત, લદાખ ખાતે આવેલ સિંધુ દર્શમ યોજના અને અયોઘા ખાતે આવેલ શ્રી રામ મંદિરના દર્શન કરવા માટેની આર્થિક સહાય યોજના છે.

 મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં રાજ્‍ય સરકાર દ્વારા જુલાઈ ૨૦૨૩ થી કૈલાશ માનસરોવર યાત્રામાં અપાતી રૂ.૨૩,૦૦૦/-ની સહાય વધારીને રૂ.૫૦,૦૦૦/- કરવામાં આવેલ છે અને જૂન ૨૦૨૫ થી સિંધુ દર્શન યોજનામાં અપાતી રૂ.૧૫,૦૦૦/-ની સહાય વધારીને રૂ.૨૦,૦૦૦/- કરવામાં આવેલ છે.

નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીની નિગેહબાની નીચે આજે યાત્રાધામ વિકાસ બોર્ડ હરણફાળ ભરી રહ્યું છે.

કૈલાસ માન સરોવર યાત્રા યોજના

ભારતીય સંસ્‍કળતિમાં કૈલાસ માનસરોવરની યાત્રા વિશિષ્ઠ મહત્‍વ ધરાવે છે. કૈલાસ માનસરોવર હાલના ચીનના તિબેટ પ્રદેશમાં આવેલ છે. આ ખુબ કઠીન યાત્રા છે. મોટી સંખ્‍યામાં ગુજરાતના યાત્રાળુઓ આ યાત્રામાં ભાગ લે છે. આ યાત્રા માટેની વિઝા ફી અને અન્‍ય બાબતો માટેના ખર્ચમાં સ્‍વાભાવીક રીતે વધારો થવા પામેલ છે. આ બાબતમાં ધ્‍યાનમાં રાખીને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા કૈલાસ માનસરોવર યાત્રાનું આયોજન કરવામાં આવે છે.

આ યાત્રા બે માર્ગથી કરવામાં આવે છે. (૧) લિપુ લેખ પાસ અને (૨) નાથુલા પાસ આ યોજનાની શરૂઆત વર્ષ ૨૦૦૧ માં કરવામાં આવેલ હતી.

સામન્‍ય રીતે જૂન થી સપ્‍ટેમ્‍બર માસમાં ગુજરાત રાજ્‍યમાં વસવાટ કરતા કૈલાસ માનસરોવર યાત્રિકો માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પસંદગી પામેલ અને જરૂરી દસ્‍તાવેજો/પ્રમાણપત્રો સાથે અરજી કરનાર અરજદારોને નિયમ મજુબ પ્રક્રિયા પછી સહાયની રકમ ચુકવવામાં આવે છે.

ભારત સરકારના વિદેશ મંત્રાલયની વેબસાઇટhttp://kmy.gov.in મારફત નકકી થયેલ પસંદગી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ કૈલાસ માનસરોવરની યાત્રા કરેલ હોય તેઓને જ આ લાભ મળવા પાત્ર છે.

આ યાત્રામાં જતા ગુજરાતના યાત્રાળુઓને રૂા. પ૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.

યાત્રા યાત્રા પૂર્ણ કર્યા બાદ નિયત ફોર્મેટમાં જરૂરી સહાયક દસ્‍તાવેજો સાથે અરજી એમાં કરવાની રહેશે. આ સાથે પાસપોર્ટની નકલ, યાત્રા પૂર્ણ કર્યા અંગેનું વિદેશ મંત્રાલયના પ્રમાણપત્રની નકલ, આધારકાર્ડની સ્‍વપ્રમાણિત નકલ, બેંક ખાતાની વિગત જેવા દસ્‍તાવેજો જોડવાના રહેશે.

આ યોજના હેઠળ છેલ્લા નાણાકીય વર્ષમાં કુલ ૬૦ યાત્રાળુઓએ લાભ લીધેલ છે. જેમા પ્રતિ યાત્રાળુ દિઠ રૂપિયા ૫૦,૦૦૦/- લેખે રૂપિયા ૩૦ લાખની સહાય ચૂકવવામાં આવેલ છે.

સિંધુ દર્શન યોજના

 સિંધી સમાજ દ્વારા દર વર્ષે જૂન માસમાં લેહ- લદ્દાખ ખાતે આવેલ સિંધુ નદીના દર્શન માટે યાત્રાનું ભવ્‍ય આયોજન કરવામાં આવે કે. રાજ્‍ય સરકારશ્રી દ્વારા સિંધુ દર્શન યાત્રાએ જતાં ગુજરાતના યાત્રાળુઓને આર્થિક સહાય આપવામાં આવે છે.

સિંધુ દર્શન યાત્રાએ જતાં ગુજરાતના યાત્રાળુઓને રૂપિયા રૂ.૨૦,૦૦૦/-ની આર્થિક સહાય આપવામાં આવે છે.

યાત્રા પૂર્ણ થયાના ૬૦ દિવસની મર્યાદામાં આધાર કાર્ડ, પ્રવાસ કર્યા અંગેની બસ/રેલ્‍વે/હવાઈ/મુસાફરીની ટીકીટ અને યાત્રાના સ્‍થળે રોકાણ કર્યું હોવાના પુરાવા, સિંધુ દર્શન યાત્રા સમિતી, દિલ્‍હી અને ભારતીય સિંધુ સભા સમિતિ, મુંબઈ દ્વારા યાત્રીકોને આપવામાં આવતું ફોટોગ્રાફ સાથેનું ઓળખપત્ર અને યાત્રા પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગત, અત્રેની કચેરી દ્વારા નિયત કરવામાં આવેલ બાંહેધરી પત્ર જેવા દસ્‍તાવેજો સાથે નિયત ફોર્મેટમાં અરજી કરવાની રહેશે તથા ઓનલાઈન અરજી કરનાર પ્રથમ ૧૦૦૦ યાત્રાળુઓને જ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે.

આ યોજના હેઠળ છેલ્લા નાણાકીય વર્ષમાં કુલ ૩૧૧ યાત્રાળુઓને લાભ લીધેલ છે.જેમા પ્રતિ યાત્રાળુ દિઠ રૂપિયા ૨૦,૦૦૦/- લેખે રૂપિયા ૬૨.૨૦ લાખની સહાય ચૂકવવામાં આવેલ છે.

શ્રી રામ જન્‍મભૂમિ યોજના

શબરી તમામ દેશવાસીઓના હ્રદયમાં અનોખું સ્‍થાન ધરાવે છે. ડાંગ જિલ્લામાં આવેલ ઐતિહાસિક અને ધાર્મિક મહત્‍વ ધરાવતું શબરીધામ (સુબીર, ડાંગ) કે જ્‍યાં લોકવાયકા પ્રમાણે ભગવાન ૅ શ્રી રામ ૅ અને ૅમા શબરીૅ ની મુલાકાત થઇ હતી.

દરેક વ્‍યક્‍તિ પોતાના જીવનકાળ દરમિયાન અયોધ્‍યા ખાતે આવેલ શ્રી રામ જન્‍મભૂમિના દર્શન કરવાની ઈચ્‍છા ધરાવતાં હોય છે. ખાસ કરીને ગુજરાત રાજ્‍યની અનુસૂચિત જનજાતિના-વનવાસી પ્રજા માટે શ્રી રામ જન્‍મભૂમિ, અયોધ્‍યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરવાની શ્રેષ્ઠ તક સરકારશ્રી દ્વારા ઉભી કરવામાં આવેલ છે.

આ યોજના માટે પ્રોત્‍સાહક રકમ રૂ.૫૦૦૦/- ની આર્થિક સહાય મળવાપાત્ર હોય છે.

યાત્રા કર્યા પૂર્વે નિયત ફોર્મેટમાં જરૂરી સહાયક દસ્‍તાવેજો સાથે ઓનલાઇન અરજી સબમિટ કરવાની રહેશે. જેમાં આધારકાર્ડની નકલ, પ્રમાણિત જાતી પ્રમાણપત્ર/શાળા છોડયાનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગત જેવા દસ્‍તાવેજો જોડવાના રહેશે.

યાત્રા પૂર્ણ કર્યા બાદ સરકારી બસ/રેલવે / હવાઇની ઓનલાઇન બુકીંગ આવવા-જવાની ટિકીટ, યાત્રાના સ્‍થળે રોકાણ કર્યાના પુરાવા/ધર્માદા કરેલ હોય તો તે અંગેની પહોચો અને શ્રી રામ મંદિર, અયોધ્‍યા ખાતે મંદિર સહિતના ૨-૩ રંગીન ફોટોગ્રાફ રજૂ કરવાના હોય છે. 

શ્રી રમેશ મેરજા

સચિવશ્રી,

ગુજરાત યાત્રાધામ  વિકાસ બોર્ડ,

બ્‍લોક નં. ૩, ડો. જીવરાજ મહેતા

ભવન, ગાંધીનગર.

ફોન નં. ૦૭૯-ર૩રપર૪પ૯

(3:17 PM IST)