<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

પાટણના શંખેશ્વરમાં રાજ પેટ્રોલિયમ પંપ પર ખેડૂતો સાથે ઓરમાયું વર્તન કરાયું હોવાના આક્ષેપ

રાતથી લાંબી કતારોમાં ઉભેલા ખેડૂતોને ડીઝલ હોવા છતાં ધક્કા ખવડાવવામાં આવ્યા

પાટણના શંખેશ્વરમાં રાજ પેટ્રોલિયમ પંપ પર ખેડૂતો સાથે ઓરમાયું વર્તન કરાયું હોવાના આક્ષેપ થયા છે. રાતથી લાંબી કતારોમાં ઉભેલા ખેડૂતોને ડીઝલ હોવા છતાં ધક્કા ખવડાવવામાં આવ્યા હતા. આ દરમિયાન પંપના ગાર્ડે 'મારો ગુનાહિત ઈતિહાસ છે, હું ડરતો નથી' તેમ કહી મામલતદાર નિલેશભાઈના આદેશની પણ અવગણના કરી હતી. હાલ રોષે ભરાયેલા ખેડૂતોએ સંચાલક વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.

ખાનગી ડમ્પરચાલકોને પુરતું ડીઝલ જ્યારે ખેતરના કામ માટે પણ ડીઝલ માટે ખેડૂતોને ભારે વલખાં મારવા પડી રહ્યા છે. પંપ સંચાલકની મનમાનીને લીધે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂત સાથે ઉદ્ધત અને અસભ્ય વર્તન કરાયાનો પણ આરોપ થયો છે

(11:37 PM IST)