તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
અમેરિકન ડોલરના વર્ચસ્વના અંતનો આરંભઃ ઈરાન યુઆનમાં પેમેન્ટ લેશે
જાણીતા લેખક રોબર્ટ કિયોસોકીનો સનસનાટીભર્યો દાવો : ચીન અને ઈરાને ભેગા મળીને ટ્રમ્પની ચિંતા વધારી મોટાભાગના બ્રિક્સ દેશો ડોલરમાં પેમેન્ટ ટાળી શકે

તહેરાન,તા.૨૬: રિચ ડેડ પૂઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ તેમની નવી પોસ્ટમાં જણાવ્યું છે કે ડોલરના પ્રભુત્વનો હવે અંત આવી રહ્યો છે. ચીન અને ઈરાને અમેરિકા સાર્થે ખેલ કરી નાખ્યો છે.
ઈરાને હવે ડોલરમાં નહીં પણ ચાઇનીઝ ચલણ યુઆનમાં પેમેન્ટ સ્વીકારવાનું શરૂ કરી દેતા ડોલરના વર્ચસ્વનો મૃત્યુઘંટ વાગી રહ્યો હોય તેવી સ્થિતિ છે. તેમણે ગયા શનિવારે સોનાચાંદીમાં રોકાણ વધારવા સલાહ આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે ઈરાને અમેરિકા, સાથે યુદ્ધ કર્યુ ત્યારે પણ ફટકો માર્યો ન હતો તેવો ફટકો હવે યુઆનમાં પેમેન્ટ કરવાનું અને સ્વીકારવાનું શરૂ કરીને માર્યો ??. તેમણએ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડોલરનું વર્ચસ્વ તેના અસ્તિત્વના અંતિમ સમયમાંથી પસાર થઈ રહ્યુ હોવાનું જણાવ્યું હતું. જો કે આ વર્ચસ્વ ક્યારે ખતમ થઈ જશે તે જણાવ્યું ન હતું, છતાં પણ તેનું વર્ચસ્વ ઘટી રહ્યું હોવાના સંકેત, પાઠવ્યા હતા.
એક રીતે કહી શકાય કે બ્રિક્સ દેશો વિશ્વનું સૌથી મહત્ત્વના અને મજબૂત સંગઠન તરીકે ઉભરવા લાગ્યા છે. તેમની વચ્ચે આગામી દિવસોમાં ડોલરના બદલે પારસ્પરિક ચલણોમાં વેપાર થાય તેવી પ્રબળ સંભાવના છે.
ભારતે તો ત્યાં સુધી પ્રસ્તાવ મૂક્યો છે કે બ્રિક્સ દેશોના રિઝર્વ બેન્કને ઈલેક્ટ્રોનિકલી જોડી દેવામાં આવે, જેથી જે તે દેશ ચૂકવણી કરે ત્યારે રિયલ ટાઇમ ચૂકવણી કરે. તેનાથી સ્થિતિનો સાચો અંદાજ આવશે. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે તેનો ભાવ હાલમાં પ્રતિ ગ્રામ ૪,૫૦૦ ડોલર (રૂ. ૪.૩૦ લાખ છે અને આગામી સમયમાં એક લાખ ડોલર (રૂ.૯૫ લાખ) સુધી પહોંચી જશે.
હાલમાં તો યુરોપ પણ અમેરિકાથી ખૂબ નારાજ છે અને તે પણ ઇચ્છે છે કે ડોલરનો અંત આવે. તેથી તે પણ બીજા ચલણોમાં કારોબાર કરવા તૈયાર છે. આ સંજોગોમાં ડોલર માટે હવે અસ્તિત્વનો સવાલ પેદા થયો છે
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
