News of Tuesday, 26th May 2026
આગામી ચોમાસુ ૧૨ આની રહેવાની આગાહીઃ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ૩૨મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો
જૂનના બીજા-ત્રીજા અઠવાડિયામાં ચોમાસાનો પ્રારંભ, જુલાઈ મધ્ય અને ઓગસ્ટ શરૂઆતે અતિવૃષ્ટિની શકયતા, ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં વિદાયનો અંદાજ : ખેતીમાં વરસાદની આગાહીનું ઘણું મહત્વ છે આવી આગાહીને લીધે ખેડૂતો પોતાના પાકની પસંદગી તથા પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે ઘણા આગાહીકારો પોતાની કોઠાસૂઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા. ૨૫: વર્ષા વિજ્ઞાન મંડળ, જૂનાગઢ અને જૂનાગઢ કળષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ૩૨મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ-૨૦૨૬ યોજાયો હતો. આ પરિસંવાદમાં રાજ્યભરના ૫૦ જેટલા આગાહીકારોએ પોતાના અવલોકનો અને પૂર્વાનુમાન રજૂ કર્યા હતા. તમામ આગાહીઓના નિચોડ રૂપે આગામી ચોમાસું ૧૨ આની એટલે કે સામાન્યથી સારું રહેવાની આગાહી કરવામાં આવી છે.
પરિસંવાદનું ઉદ્દઘાટન કરતાં અધ્યક્ષ જેરામભાઈ ટીંબડીયાએ જણાવ્યું હતું કે ખેતીમાં વરસાદની આગાહીનું ઘણું મહત્વ છે. આવી આગાહીને લીધે ખેડૂતો પોતાના પાકની પસંદગી તથા પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે. ઘણા આગાહીકારો પોતાની કોઠાસૂઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. તેમના જ્ઞાનને સાચવી રાખવા છેલ્લા ૩૧ વર્ષથી કાર્યરત મંડળમાં નોંધાયેલ અવલોકનો અને તેના તારણોને પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવા જરૂરી છે.
પરિસંવાદના મુખ્ય તારણો
૧.ચોમાસાનો પ્રારંભઃ જૂન માસના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં ચોમાસું બેસે તેવું અનુમાન છે. ૨.અતિવળષ્ટિઃ જુલાઈના મધ્યમાં અને ઓગસ્ટની શરૂઆતમાં અતિવળષ્ટિ થવાની શકયતા વ્યક્ત કરાઈ છે. ૩.ચોમાસાની વિદાયઃ ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં ચોમાસું વિદાય લે તેવી શકયતા છે. ૪. એકંદરે વર્ષઃ ૧૨ આની વરસાદ સાથે વર્ષ સારું રહેશે.
આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ ડો. એન. બી. જાદવે જણાવ્યું કે દર વર્ષે ચોમાસા પહેલા આ પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે. આગાહીકારો પોતપોતાના અવલોકનો અને પૂર્વાનુમાન અંગે ચર્ચા કરી વધુ સચોટ આગાહી કરવાની ક્ષમતા કેળવે છે. આ આગાહીઓ ખેડૂતોને પાક આયોજનમાં ઉપયોગી થશે.
ડો.. પી. આર. કાનાણી અને ડો. જે. ડી. ગુંદાળીયાએ ભડલી વાકયો, ખગોળ વિજ્ઞાન, જ્યોતિષશાષા, કસ બંધારણ, હવામાનના પરિબળો, વનસ્પતિમાં થતા ફેરફારો તેમજ પશુ-પક્ષીની ચેષ્ટાના આધારે પૂર્વાનુમાન માટે મહેનત કરતા આગાહીકારોને બિરદાવ્યા હતા.
કાર્યક્રમમાં ડો. એચ. એમ. ગાજીપરા, મોહનભાઈ દલસાણીયા અને ડો. જી. આર. ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે સહ વિસ્તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના મંત્રી ડો. એચ. સી. છોડવડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે ડો. એમ. વી. પોકારે આભાર દર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીએ જહેમત ઉઠાવી હતી, એમ વર્ષા વિજ્ઞાન મંડળ અને વિસ્તરણ શિક્ષણ નિયામક, જૂનાગઢ કળષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવાયું છે.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
