<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

ચરાડવાના શ્રી મહાકાળી આશ્રમે પૂ.સંત શ્રી દયાનંદગિરીબાપુની પ્રેરણાથી પૂ.અમરગીરી મહારાજના સાનિધ્‍યમાં કાલે સનાતન ધૂન મંડળ દ્વારા કાર્યક્રમ

 

રાજકોટ, તા.૨૬: શ્રી મહાકાળી આશ્રમ ચરાડવા ખાતે પરમ પૂજ્‍ય સંત શ્રી દયાનંદગિરી બાપુની પાવન પ્રેરણા અને આશીર્વાદથી પૂ. અમરગીરી મહારાજના સાનિધ્‍યમાં સુદ અગિયારસના પવિત્ર દિવસે ભવ્‍ય ધૂનનું આયોજન કરવામાં આવ્‍યું છે. સનાતન ધૂન મંડળ મોરબી દ્વારા આયોજિત આ ધૂન કાર્યક્રમ તા. ૨૬/૦૫/૨૦૨૬ મંગળવાર, સુદ અગિયારસના રોજ રાખવામાં આવ્‍યો છે.

રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ વાગ્‍યા સુધી ચાલનાર આ ધૂનમાં મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો જોડાઈને ‘ૐ નમો નારાયણ' ના નાદ સાથે ભક્‍તિમય વાતાવરણમાં લીન થશે. પરમ પૂ. સંત શ્રી દયાનંદગિરીબાપુના અંતરીક્ષમાંથી આશીર્વાદ સાથે યોજાનાર આ ધૂન સનાતન ધર્મની પરંપરા અને સંસ્‍કળતિને ઉજાગર કરશે.

શ્રી મહાકાળી આશ્રમ ચરાડવા ખાતે યોજાનાર આ ધાર્મિક કાર્યક્રમમાં મોરબી અને આસપાસના વિસ્‍તારના ભાવિકોને પધારીને ધૂનનો લાભ લેવા સનાતન ધૂન મંડળ મોરબી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે

(12:24 PM IST)