તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
મહુવામાં રખડતા ઢોરનો ત્રાસ :એક સાથે ૯ જેટલા લોકોને રખડતા અડફેટે લેતા અફરાતફરીનો માહોલ
લોકોમાં એવી ચર્ચા છે કે આ ઢોરને કદાચ હડકવા ઉપડ્યો હોય તેવું લાગે છે, જેના કારણે તે અત્યંત આક્રમક બન્યું

મહુવા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે એક સાથે ૯ જેટલા લોકોને રખડતા ઢોરે અડફેટે લેતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં સ્થાનિક રહીશોએ ભારે જહેમત ઉઠાવીને એક આધેડનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં એવી ચર્ચા છે કે આ ઢોરને કદાચ હડકવા ઉપડ્યો હોય તેવું લાગે છે, જેના કારણે તે અત્યંત આક્રમક બન્યું છે. ઉલ્લેખનીય છે કે, મહુવા શહેરમાં અવારનવાર રખડતા આખલાઓ પણ આતંક મચાવતા હોય છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિકો હવે રખડતા ઢોરના કાયમી નિકાલ માટે તંત્ર સામે ઉગ્ર માંગ કરી રહ્યા છે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
