તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
આજીડેમમાં ડૂબી જતાં અજાણ્યા યુવાનનું મોતઃ વાલીવારસની શોધ

રાજકોટ તા. ૨ં૬: આજીડેમ ચોકડી નજીક રવિવારી બજાર ભરાય છે તે મેદાન નજીક બંધ પાળાની પાછળ પાણીમાં ડૂબી જતાં અજાણ્યા આશરે ૩૦ થી ૩૨ વર્ષના યુવાનનું મોત થયું છે.
બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ. એલ. ગોહિલ અને કોન્સ. જયપાલભાઇએ પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતયુ પામનાર યુવાનની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ સગાસંબંધી વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો મો. ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(3:14 PM IST)










