<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી

પ્રમુખ તરીકે સંજયભાઈ બાબરીયા અને ઉપપ્રમુખ તરીકે કલ્પનાબા જાડેજા બિનહરીફ

(મનસુખભાઈ બાલધા દવારા): જામકંડોરણા : તા.૨૬: તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી માટેની પ્રથમ બેઠક તાલુકા પંચાયત સભાખંડમાં મળી હતી આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના સંજયભાઈ ચંદુભાઈ બાબરીયા અને ઉપપ્રમુખ તરીકે ભાજપના કલ્પનાબા જીતેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી આ વરણીની જાહેરાત થતાંજ તાલુકા પંચાયત ખાતે રાજકોટ જીલ્લા સહકારી બેંકના ડિરેકટર લલીતભાઈ રાદડીયા,રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અશોકસિંહ વાઘેલા, મહામંત્રી ગૌતમભાઈ વ્યાસ,આશિષભાઈ કોયાણી તેમજ તાલુકાભરમાંથી ઉપસ્થિત ભાજપના હોદેદારો અને કાર્યકોએ આ નવનિયુકત હોદેદારોને પુષ્પગુચ્છ,ફુલહાર અને મોં મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

(11:00 AM IST)