<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

મેંદરડા તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે વિનુભાઈ રાજાણીની નિયુકિત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા-૨૬: મેંદરડા તાલુકા પંચાયત નાં પ્રમુખ પદે વિનુભાઈ રાજાણી નિયુકત થયેલ છે. જે પૂર્વ મિનીસ્‍ટર શ્રી એલ.ટી.રાજાણી નાં પુત્ર છે. સમઢીયાળા- સીમાસી તાલુકા પંચાયત ની સીટ પર વધુ મત ૧૮૦૦ મતની લીડ થી ચુંટાયેલ હતા, હાલ તેઓ માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન છે. વિનુભાઈ યુવાન ઉત્‍સાહી લોકોની વચ્‍ચે રહી તેમનાં પ્રશ્નોનો ઉકેલ લાવે છે. આ પંથક માં સારૂ વર્ચસ્‍વ ધરાવે છે. તેમની નિયુક્‍તિ થતા તાલુકામાં વિકાસ નાં કામોને વેગ મળશે. તાલુકા ભાજપના આગેવાન સરપંચશ્રીઓ એ તેમની નિમણુકને આવકારી છે

(10:53 AM IST)