તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
મહેસાણા મનપાના પ્રથમ મેયરપદે સોનલબેન ઓઝાની પસંદગી :ડે.મેયર તરીકે રમેશભાઈ રાજપૂતની વરણી
મનપામાં સ્ટે.કમિટીના ચેરમેન બન્યા દીપકભાઈ પટેલ : કાર્યકરોમાં ભારે ઉત્સાહ

મહેસાણા : સોનલબેન ઓઝા મહેસાણા મહાનગરપાલિકાના નવા નવા મેયર બન્યા છે. તાજેતરમાં જ મહેસાણા મનપાના વિવિધ હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે જેમાં સોનલબેન ઓઝાની મેયર તરીકે પસંદગી કરાઈ છે જયારે ડેપ્યુટી મેયર તરીકે રમેશભાઈ રાજપૂતની વરણી કરાઈ છે
મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દીપકભાઈ પટેલની વરણી કરાઈ છે , નવા નિયુક્ત પદાધિકારીઓને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ છવાયો છે
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
