તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાન (IITE)નું ઐતિહાસિક વિસ્તરણ
NEP-૨૦૨૦ના અમલીકરણ સાથે ૭ નવી યુનિવર્સિટી સ્કૂલ્સ વિકસાવવા તરફ આગેકૂચ : ‘યુનિવર્સિટી ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ' બનવાની દિશામાં IITEનું સશક્ત પગલું

ગાંધીનગર સ્થિત Indian Institute of Teacher Education (IITE) દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - ૨૦૨૦ (NEP-૨૦૨૦)ના દ્રષ્ટિકોણને સાકાર બનાવતા યુનિવર્સિટીના શૈક્ષણિક માળખામાં એક ઐતિહાસિક અને વ્યાપક વિસ્તરણ કરવામાં આવ્યું છે. IITEની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૦માં શિક્ષક શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર અને મૂલ્યઆધારિત શિક્ષણ પ્રદાન કરવા માટે કરવામાં આવી હતી. શરૂઆતથી જ સંસ્થા શિક્ષણમાં નવીનતા, સંકલિત અભ્યાસક્રમો, સંશોધન અને રાષ્ટ્રીય વિકાસલક્ષી અભિગમ માટે ઓળખાય છે.
ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા (IITE) ની સ્થાપના IITE અધિનિયમ, ૨૦૧૦ હેઠળ ભારતની અગ્રણી શિક્ષક શિક્ષણ સંસ્થા તરીકે વિકસવાના હેતુથી કરવામાં આવી હતી. સ્થાપનાના પંદર વર્ષથી વધુ સમય બાદ યુનિવર્સિટી અધિનિયમ હેઠળ માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને શિક્ષણવિદ શ્રી કિરીટ જોશી દ્વારા સેવાયેલ સ્વપન દ્રષ્ટિને સંપૂર્ણપણે સાકાર કરવા માટે હાલ ના માન. કુલપતિશ્રી ડો. મુકેશ પટેલ દ્વારા એક વિઝન ડોકયુમેન્ટ તૈયાર કરવામાં આવેલું જેનું અનાવરણ યુનિ. ના ૮માં દીક્ષાંત સમારંભમાં ગુજરાત રાજ્યના આદરણીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા કરવામાં આવેલું. ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાના તથા રાજ્યમંત્રી શ્રી ત્રિકમ ભાઈ છાંગાના માર્ગદર્શન અને -ેરણાથી IITE ને NEP-૨૦૨૦ સાથે સુસંગત બનાવવા તથા તેને IIT અને IIM જેવી રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાઓની સમકક્ષ સ્થાન પર પહોંચાડવા માટે IITE અધિનિયમ, ૨૦૧૦ માં સુધારા દ્વારા વ્યાપક શૈક્ષણિક અને વહીવટી પુનઃરચનાનો -સ્તાવ મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત આ વિઝન ડોકયુમેન્ટમાં IITE ને ભારતની સર્વોચ્ચ બહુવિષયક શિક્ષક શિક્ષણ યુનિવર્સિટી તરીકે વિકસાવવી ラ જે વૈશ્વિક માપદંડો અનુસાર સંશોધનકેન્દ્રિત, સમાવીશક, ભારતીય જ્ઞાન પરંપરા (IKS) આધારિત અને NEP અભિમુખ હોય તથા શિક્ષક તૈયારી, શૈક્ષણિક નેતળત્વ, રમતગમત શિક્ષણ અને સમાવીશક શિક્ષણ માટે રાષ્ટ્રીય સ્તરે માર્ગદર્શક સંસ્થા તરીકે કાર્ય કરે એવું કહેવાયું છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP-૨૦૨૦) હવે નીચે મુજબના મૂળભૂત પરિવર્તનોને અનિવાર્ય બનાવે છેઃ
* બહુવિષયક અને સર્વાંગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ
* એકીકળત અને ફ્લેક્સિબલ શિક્ષક શિક્ષણ કાર્યક્રમો
* વૈશ્વિક માપદંડો સાથે સંશોધનકેન્દ્રિત યુનિવર્સિટીઓ
* સ્કૂલ આધારિત શૈક્ષણિક વહીવટી મોડલ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - ૨૦૨૦ (NEP-૨૦૨૦)ના દ્રષ્ટિકોણને અનુરૂપ એક ઐતિહાસિક અને દુરંદેશી નિર્ણય હેઠળ IITE ને બહુવિષયક અને આંતરવિષયક શૈક્ષણિક માળખામાં વિસ્તળત કરવામાં આવી છે. શિક્ષક શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી યુનિવર્સિટી હવે મલ્ટિડિસિપ્લિનરી એકેડેમિક મોડલ તરફ આગળ વધી રહી છે, જેના ભાગરૂપે વિવિધ જ્ઞાનક્ષેત્રોના સંકલન સાથે ૭ નવી યુનિ. સ્કૂલ્સની રચના કરવામાં આવી છે. આ પહેલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, લવચીક અભ્યાસ અને જ્ઞાનના વિવિધ ક્ષેત્રો વચ્ચે સક્રિય જોડાણને -ોત્સાહિત કરશે.
આ જ દિશામાં IITE દ્વારા લેવામાં આવેલ આ વિસ્તરણનો નિર્ણય અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે વિજ્ઞાન, ગણિત, સમાજવિજ્ઞાન, કલા, ટેક્રોલોજી, ખ્ત્, રમતગમત, વિશેષ શિક્ષણ અને મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોને શિક્ષણ સાથે સંકલિત કરવામાં આવશે.
IITEની નવી ૭ યુનિ. સ્કૂલ્સ
IITEના વિસ્તરણ અંતર્ગત નીચે મુજબની નવી યુનિ. સ્કૂલ્સ રચવામાં આવી છે
1. School of Education in Sciences & Mathematics
2. School of Education in Humanities and Social Sciences
3. School of Physical Education, Sports and Yoga
4. School of Education in Performing Arts and Fine Arts
5. School of Education in Commerce, Management and Educational Leadership
6. School of Education in Technology, Artificial Intelligence and Emerging Areas
7. School of Special Education
આ તમામ શાળાઓ NEP-૨૦૨૦ના મુખ્ય સિદ્ધાંતો જેમ કે Holistic Education, Multidisciplinary Learning, Flexibility, Skill-based Curriculum, Research Orientation અને Innovation આધારિત શિક્ષણને પ્રોત્સાહિત કરશે.
IITE પાસે બહુવિષયક વિકાસ, સંકલિત શૈક્ષણિક પ્રણાલી, મજબૂત સંશોધન સંસ્કળતિ અને સશક્ત વહીવટી માળખા દ્વારા રાષ્ટ્રીય તથા વૈશ્વિક સ્તરે અગ્રણી અને સ્પર્ધાત્મક શિક્ષક શિક્ષણ યુનિવર્સિટી તરીકે વિકસવાની વિશાળ સંભાવનાઓ રહેલી છે.
“University of National Importance” બનવાની દિશામાં IITE
IITEના માનનીય કુલપતિ Dr. Mukesh Patelના દુરંદેશી નેતળત્વ હેઠળ યુનિવર્સિટી ઝડપથી નવી ઊંચાઈઓ સર કરી રહી છે. રાજ્ય સરકારના માનનીય મંત્રીઓ, ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા Commissionerate of higher education Gujaratના સક્રિય માર્ગદર્શન અને સહયોગથી આ ઐતિહાસિક વિસ્તરણ શકય બન્યું છે.
IITE હવે ભારતના ભવિષ્ય માટે બહુમુખી માનવસંસાધન અને શિક્ષકો, પ્રોફેસરો, એકેડેમિક હેડ, ડાયરેક્ટર અને આચાર્યો તૈયાર કરતી સંસ્થા તરીકે વિકસી રહી છે. NEP-૨૦૨૦ના અમલીકરણમાં IITEનું આ મોડલ સમગ્ર દેશમાં એક પ્રેરણારૂપ ઉદાહરણ બની શકે છે.
આગામી સમયમાં IITE સંશોધન, નવીનતા, વૈશ્વિક સહયોગ, રાષ્ટ્રીય નીતિ અભ્યાસ અને બહુવિષયક શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બની “University of National Importance” તરીકે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરશે તેવી મજબૂત સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
બહુવિષયક અભ્યાસક્રમોના લાભો
આ વિસ્તરણથી વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષકોને અનેક નવા લાભો પ્રાપ્ત થશેઃ
૧. સર્વાંગી શિક્ષણ (Holistic Education)
વિદ્યાર્થીઓ એકથી વધુ વિષયોમાં અભ્યાસ કરી શકશે. ઉદાહરણ તરીકે, વિજ્ઞાનનો વિદ્યાર્થી AI અથવા ફિલોસોફી વિષયનો અભ્યાસ કરી શકશે અને કલા ક્ષેત્રનો વિદ્યાર્થી ડેટા એનાલિટિક્સ અથવા મેનેજમેન્ટ જેવા વિષયો પસંદ કરી શકશે.
૨. આંતરવિષયક સંશોધન (Interdisciplinary Research)
પર્યાવરણ, શિક્ષણ ટેક્રોલોજી, કળત્રિમ બુદ્ધિમત્તા, જાહેર આરોગ્ય, સામાજિક ન્યાય, ભારતીય જ્ઞાન પરંપરા અને શૈક્ષણિક નીતિ જેવા ક્ષેત્રોમાં સંકલિત સંશોધન માટે વિશાળ તકો ઊભી થશે.
૩. રોજગારક્ષમતા અને કુશળતા વિકાસ
NEP-૨૦૨૦ મુજબ Skill-based Education, Innovation અને Industry-oriented Curriculum પર ભાર મૂકવામાં આવ્યો છે. IITEના નવા માળખા દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક કુશળતાઓ સાથે તૈયાર કરવામાં આવશે.
૪. વૈશ્વિક ધોરણનું શિક્ષણ
વિશ્વવિદ્યાલય હવે આંતરરાષ્ટ્રીય સહયોગ, સંયુક્ત સંશોધન, વૈશ્વિક શૈક્ષણિક મોડલ અને નવી ટેક્રોલોજી આધારિત અભ્યાસક્રમો તરફ આગળ વધી શકશે.
૫. Academic Flexibility અને Credit-based Learning
વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાંથી ક્રેડિટ મેળવી શકશે, જે Academic Bank of Credits (ABC) જેવી વ્યવસ્થાઓને મજબૂત બનાવશે.
વિવિધ વિષયોમાં Ph.D. માટે નવી સંભાવનાઓ
IITEના વિસ્તરણ બાદ સંસ્થામાં Ph.D. અને ઉચ્ચ સ્તરીય સંશોધન માટે નવી દિશાઓ ખુલશે. અત્યાર સુધી મુખ્યત્વે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા સંશોધન માટે ઓળખાતી IITE હવે વિવિધ વિષયોમાં ડોક્ટરલ સંશોધન માટે એક મજબૂત કેન્દ્ર બની શકે છે.
ભવિષ્યમાં નીચે મુજબના ક્ષેત્રોમાં ભ્ત્ર્.ઝ. કાર્યક્રમોની વિશાળ સંભાવનાઓ ઊભી થઈ શકે છેઃ
વિજ્ઞાન અને ટેક્રોલોજી ક્ષેત્ર
• Life Sciences and Biotechnology Education
• Environmental Science and Sustainability
• Mathematics Education
• Physics and Chemistry Education
• Artificial Intelligence in Education
• Educational Data Analytics
• STEM Education Research
માનવવિજ્ઞાન અને સમાજવિજ્ઞાન ક્ષેત્ર
• Psychology and Educational Psychology
• Sociology of Education
• Political Science and Public Policy
• Indian Knowledge Systems
• Philosophy of Education
• Gujarati, Hindi and English Education
• Gender Studies and Inclusive Education
શિક્ષણ અને નેતળત્વ ક્ષેત્ર
• Curriculum Studies
• Teacher Education
• Educational Administration and Leadership
• Educational Technology
• Assessment and Evaluation
• Policy Research in Higher Education
કલા, રમતગમત અને વિશેષ શિક્ષણ ક્ષેત્ર
• Performing Arts Education
• Fine Arts and Aesthetic Education
• Yoga and Wellness Education
• Physical Education and Sports Science
• Special Education and Rehabilitation Studies
આ પ્રકારના સંશોધન કાર્યક્રમો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શિક્ષણક્ષેત્રે નવી દિશા આપશે.
એક વિઝન - સાત શાળાઓ - અનંત સંભાવનાઓના મંત્ર સાથે IITE (ટીચર્સ યુનિવર્સિટી) હવે નવા ભારતના જ્ઞાનયુગનું નેતળત્વ કરવા માટે સ* બની રહી છે.
: લેખક :
Íù.Üõèðá Øäõ
ડાયરેકટર, સ્કુલ ઓફ એજયુકેશન ઇન સાયન્સિસ એન્ડ મેથેમેટિકસ, IITE

(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
