<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

સોલાર ઇન્‍સ્‍ટોલેશનના લાભો આપો

રાજકોટ ચેમ્‍બરની માંગણી

રાજકોટ, તા.૨૬: ‘ઉર્જા સુરક્ષા'એ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે અને હાઈડ્રોજન, બાયો-ઈધણ અને કુત્રિમ ઈધણ જેવા વૈકલ્‍પીક ઈપણ નો વિકાસ અને સ્‍થાનીક ઓઈલ પુરવઠા અને માંગ વચ્‍ચેના અંતરને દુર કરવા માટે તેનો ઉપયોગ ઓઈલ આયાત પરની નિર્ભ૨તા ઘટાડશે.

ભારત દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના ‘વોકલ ફોર લોકલ' ના સ્‍વપ્નને સાર્થક કરવાના અભિયાન હેઠળ આગામી તા.૩૧-૦૫-૨૦૨૬ પછીથી સોલા૨ પ્રોજેક્‍ટો માટે Non-DCR સોલાર પેનલનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવનાર છે અને તા.૦૧-૦૬-૨૦૨૬ થી તમામ કોમર્શિયલ અને ઈન્‍ડસ્‍ટ્રીયલ સોલાર પ્રોજેક્‍ટ અને નેટ મીટ રીંગ મંજુરીઓ માટે ડોમેસ્‍ટીક કન્‍ટેન્‍ટ રિકવાય ૨મેન્‍ટ (DCR) સલોર પેનલનો ઉપયોગ કરવાનું ફરજીયાત કરવામાં આવનાર છે. આ પેનલ્‍સ ALMM (Approved List of Models and Manufacturers) માંથી પણ મેળવવા આવશ્‍યક છે. આમ ભારતમાં જ બનેલ DCR સોલાર પેનલનો ઉપયોગ કરવાના આ નિર્ણયને અમો સહર્ષ આવકારીએ છીએ અને દેશની ઉર્જા સુરક્ષા અને સ્‍થાનીક ઉત્‍પાદનને પ્રોત્‍સાહન આપતું પગલુ ગણી શકાય.

આમ રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી સમક્ષ તા.૩૧-૦૫-૨૦૨૬ સુધીમાં નવા સોલાર પ્‍લાન્‍ટ માટે રજીસ્‍ટ્રેશન કરનાર તમામ અરજદારોને Non-DCR સોલાર પેનલના ઈન્‍સ્‍ટોલેશનના લાભો આપવા માટે અને પ્રોજેક્‍ટ કમિશનિંગ પુર્ણ કરવા માટે તા.૦૧-૦૬-૨૦૨૬ થી ત્રણ મહિના સુધીની સમય મર્યાદા તાત્‍કાલીક વધારી આપવા રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્‍બરની યાદીમાં જણાવેલ છે.

(3:33 PM IST)