<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

‘‘ખેલો ઇન્‍ડિયા યોજના'' ઓલિમ્‍પિક માં ઐતિહાસિક સફળતાઃ રમત ગમત હવે માત્ર મનોરંજન નહીં પરંતુ રાષ્ટ્રીય ગૌરવની દ્રષ્ટિએ જોવાય છે

નરેન્‍દ્રભાઈ મોદી શાસન કાળ દરમિયાન રમત જગત ને મળ્‍યો એક નવો વેગ ક્રિકેટના મેદાનમાં ફક્‍ત પુરુષોએ નહિ મહિલાઓ એ પણ બાજી મારી મહીલા ખેલાડીઓની સંખ્‍યા વધી ક્રિકેટ સિવાયના ખેલોને પણ મળ્‍યું મહત્‍વ ફિટ ઈન્‍ડિયા અભિયાન

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ નરેન્‍દ્રભાઈના વડાપ્રધાન તરીકેના શાસન કાળ દરમિયાન રમત જગત ને પણ જાણે વેગ મળ્‍યો છે, અગાઉ જાણે રમત ગમત ને મનોરંજન તરીકે જોવાતું પણ જાણે હવે પરંતુ તેને રાષ્ટ્રીય ગૌરવ અને યુવાનોના કારકિર્દી ક્ષેત્ર તરીકે પણ જોવામાં આવવા લાગ્‍યું, આ બદલાવમાં મોદી સરકારનો સિંહફાળો રહ્યો  છે.

 ખેલો ઈન્‍ડિયા યોજના

ખેલો ઇન્‍ડિયા  દ્વારા ગામડા અને નાના શહેરોમાંથી ખેલાડીઓ શોધવાનો પ્રયાસ થયો. આ યોજના હેઠળ, શાળા અને કોલેજ સ્‍તરે સ્‍પર્ધાઓ વધી યુવા ખેલાડીઓને સ્‍કોલરશિપ મળી, તાલીમ અને સાધનો માટે સહાય મળી,ઘણા ગરીબ અને ગ્રામ્‍ય પરિવારોના બાળકોને તક મળી.

ઓલિમ્‍પિકમાં ઐતિહાસિક સફળતા

ભારતે છેલ્‍લા વર્ષોમાં ઓલિમ્‍પિક અને અન્‍ય આંતરરાષ્ટ્રીય સ્‍પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું, જેમાં ખાસ કરીને ટોક્‍યો ઓલિમ્‍પિકમાં ભારતે ૭ પદકો જીત્‍યા, નીરજ ચોપરા એ એથ્‍લેટિક્‍સ માં ભારતનો પ્રથમ ઓલિમ્‍પિક ગોલ્‍ડ જીત્‍યો સિદ્ધિને ભારતના રમતગમત ઈતિહાસ માં ખૂબ મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે.

મહિલા ખેલાડીઓનો વધતું પાર્ટીસીપેશન

ભારતીય મહિલા ખેલાડીઓએ વિશ્વસ્‍તરે નામ કમાયું, આ ખેલાડી ઓ યુવા પેઢી માટે પ્રેરણા બની.

ક્રિકેટમાં વિશ્વ પ્રભુત્‍વ જાળવતું ભારત હાલ માં જ ચેમ્‍પિયન્‍સ ટ્રોફી અને બે ટી ૨૦ વર્લ્‍ડ કપ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે જીત્‍યા છે તો મહિલાઓ એ પણ દેશનું ગૌરવ વધારતા વર્લ્‍ડ ચેમ્‍પિયન ઑસ્‍ટ્રલિયાને હરાવી વિશ્વ કપ પોતાની કુશળતાનું પ્રદર્શન કર્યું  વિશ્વ ફલક પર દેશનુંન નામ રોશન કર્યું

રમતગમત માટે આધુનિક સુવિધાઓ

દેશમાં નવા સ્‍ટેડિયમ-ટ્રેનિગ સેન્‍ટર-દોડ ટ્રેક રમતગમત યુનિવર્સિટીઓ બનાવવામાં આવી. ખેલાડીઓને હવે પહેલા કરતાં વધુ સારી તાલીમ અને સુવિધાઓ મળવા લાગી.

 TOPS યોજના

Target Olympic Podium Scheme હેઠળ આંતરરાષ્ટ્રીય સ્‍તરના ખેલાડીઓને ખાસ સહાય આપવામાં આવી. જેમ કે વિદેશી કોચ-આંતરરાષ્ટ્રીય તાલીમ-ખાસ ડાયેટ આધુનિક સાધનો આથી ખેલાડીઓનું પ્રદર્શન સુધર્યું.

ક્રિકેટ સિવાયના ખેલોને ઓળખ અગાઉ ભારતમાં મુખ્‍યત્‍વે ક્રિકેટ પર ધ્‍યાન હતું. પરંતુ હવે બેડમિન્‍ટન-કુસ્‍તી-બોક્‍સિંગ-એથ્‍લેટિક્‍સ-હોકી જેવા ખેલોને પણ લોકપ્રિયતા મળી. કબડ્ડી અને સ્‍થાનિક રમતોનો વિકાસ Pro Kabaddi League જેવી લીગથી કબડ્ડીને નવી ઓળખ મળી. ઘણા સ્‍થાનિક ખેલોને પ્રોત્‍સાહન મળ્‍યું.

 ફિટ ઈન્‍ડિયા અભિયાન

Fit India Movement દ્વારા લોકોમાં કસરત અને સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે જાગૃતિ વધારવાનો પ્રયાસ થયો.

શાળાઓ અને યુવાનોમાં fitness culture વધ્‍યો.

૯. ભારતીય હોકીનો પુનર્જાગરણ ભારતીય પુરુષ હોકી ટીમે લાંબા સમય પછી ઓલિમ્‍પિકમાં મેડલ જીત્‍યો. આને ભારતીય હોકીના પુનર્જીવન તરીકે જોવામાં આવ્‍યું.

૧૦. રમતગમતને કારકિર્દી તરીકે સ્‍વીકાર હવે ઘણા માતા-પિતા રમતગમતને પણ કારકિર્દી તરીકે સ્‍વીકારવા લાગ્‍યા છે.સરકારી નોકરી, સ્‍પોન્‍સરશિપ અને પ્રાઈઝ મની વધતા યુવાનોનો વિશ્વાસ વધ્‍યો.   આ સાથે દેશ ને રમતગમત ક્ષેત્ર માં આગળ વધારવા યુવાનો સાથે મોદી સરકાર પણ કદમ સાથે કદમ મેળવી ને ચાલી રહ્યા છે

(11:52 AM IST)