<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

દિલ્હીમાં IFFCOની સભામાં ઇતિહાસ રચાયો: ગુજરાતના મહિલા અગ્રણી ભાવનાબેન ગોંડલીયા ‘સહકારીતા બંધુ એવોર્ડ’થી સન્માનિત

સહકારી ક્ષેત્રે આપેલા અભૂતપૂર્વ યોગદાન બદલ તેમને આ ગૌરવશાળી મંચ પર ₹11 લાખનો પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર આપીને નવાજવામાં આવ્યા

નવી દિલ્હી ખાતે યોજાયેલી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)ની વાર્ષિક સામાન્ય સભામાં પ્રથમ વખત કોઈ મહિલા સહકારી અગ્રણીનું સર્વોચ્ચ સન્માન કરીને નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે. ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે ગુજરાતના જાણીતા મહિલા નેતા ભાવનાબેન ગોંડલીયાને પ્રતિષ્ઠિત 'ઇફ્કો સહકારીતા બંધુ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો. સહકારી ક્ષેત્રે આપેલા અભૂતપૂર્વ યોગદાન બદલ તેમને આ ગૌરવશાળી મંચ પર ₹11 લાખનો પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર આપીને નવાજવામાં આવ્યા છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.

(1:00 AM IST)