તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
સેનિટરી-નેપકિનના અભાવે છાત્રાઓનું શિક્ષણ ન અટકવું જોઈએ
કેન્દ્ર દર ત્રણ મહિને રિપોર્ટ આપે, અમે દેખરેખ રાખીશું: સર્વોચ્ચ અદાલત

નવી દિલ્હી,તા.૨૬: દેશમાં શિક્ષણના અધિકારને વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે સુપ્રીમ કોર્ટે શાળાઓમાં માળખાકીય સુવિધાઓ મુદ્દે કેન્દ્ર સરકારને આકરી તાકીદ કરી છે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે સોમવારે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, શાળાઓમાં સેનિટરી નેપકિન અને વિદ્યાર્થિનીઓ માટે અલગ શૌચાલયના અભાવે તેમની શિક્ષણ મેળવવાની તકો અટકવી જોઈએ નહીં. કોર્ટે કેન્દ્ર સરકારને ૩૦ જાન્યુઆરીના આદેશનો ચુસ્તપણે અમલ કરવા તાકીદ કરી છે.
આ મામલે દેખરેખ રાખતા કોર્ટે કહ્યું કે, તેઓ હવે દર ત્રણ મહિને આ મામલાની પ્રગતિની સમીક્ષા કરશે અને કેન્દ્ર સરકારે નિયમિતપણે ‘પ્રોગ્રેસ રિપોર્ટ' રજૂ કરવો પડશે. ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ આર. મહાદેવનની ખંડપીઠે કેન્દ્રના એડિનિશલ સોલિસિટર જનરલ અર્ચના પાઠક દવેને નિર્દેશ આપ્યો કે, આ નિર્ણયનો મહત્તમ લાભ દેશની દરેક વિદ્યાર્થિની સુધી પહોંચવો જોઈએ.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
