News of Tuesday, 26th May 2026
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધનો વિસ્ફોટ:સીઝફાયરના લીરેલીરા ઉડ્યા: અમેરિકાનો ઈરાન પર સીધો સૈન્ય હુમલો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બંદર અબ્બાસ પર ભયાનક એરસ્ટ્રાઈક
પેન્ટાગોનના આદેશથી અમેરિકી વાયુસેનાનો ઈરાની સૈન્ય મથકો પર પ્રચંડ બોમ્બમારો: વૈશ્વિક ક્રૂડ ઓઈલના સપ્લાય રૂટ પર યુદ્ધના વાદળો ઘેરાતા જ દુનિયાભરમાં ભારે હડકંપ:ઈરાને આપી પલટાવારની ભયંકર ચેતવણી

નવી દિલ્હી: વૈશ્વિક રાજકારણ અને મિડલ ઈસ્ટના ઇતિહાસને ધ્રુજાવી મૂકે તેવા અતિ સનસનાટીપૂર્ણ સમાચાર વોશિંગ્ટન અને તેહરાનથી સામે આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી સીઝફાયર એટલે કે શાંતિ વાટાઘાટોને મોટો ઝટકો આપીને અમેરિકી સૈન્યના સેન્ટ્રલ કમાન્ડે ઈરાનની ધરતી પર અત્યાર સુધીનો સૌથી ઘાતક અને મોટો સૈન્ય હુમલો કર્યો છે. અમેરિકાના યુદ્ધવિમાનો અને મિસાઈલોએ ઈરાનના અત્યંત વ્યસ્ત અને આર્થિક રીતે મહત્વપૂર્ણ ગણાતા બંદર અબ્બાસ શહેર તેમજ દુનિયાના સૌથી મોટા ઓઈલ સપ્લાય રૂટ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં આવેલા ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ના નેવલ બેઝ અને એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવીને હાઈ-વોલ્ટેજ બોમ્બમારો કર્યો છે.
અમેરિકાના સૈન્યની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સોમવારે દક્ષિણ ઈરાનમાં હવાઈ હુમલા કર્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલ અનુસાર ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની બે બોટ્સ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં દરિયાઈ માઈન્સ બિછાવી રહી હતી. અમેરિકાને જેવી આ વાતની જાણ થઈ, તેમણે તુરંત જ જવાબી કાર્યવાહી કરી અને બંને બોટ્સને પાણીમાં જ ગરકાવ કરી દીધી.
બીજી તરફ, ઈરાનના બંદર અબ્બાસ ખાતે આવેલી સરફેસ-ટુ-એર મિસાઈલ સાઈટ પરથી અમેરિકી ફાઈટર જેટ્સને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કરાયો હતો. અમેરિકાએ બિલકુલ મોડું કર્યા વિના આખી મિસાઈલ લોન્ચ સાઈટને બોમ્બમારો કરીને નષ્ટ કરી દીધી છે.
અમેરિકાનો દાવો છે કે આ હુમલા આત્મરક્ષામાં કરવામાં આવ્યા છે. સોમવારે દક્ષિણ ઈરાનના તટીય વિસ્તારોમાં એકપછી એક અનેક પ્રચંડ ધડાકા સંભળાયા હતા, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. અમેરિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ પૂરતી આ લશ્કરી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે અને તેનો હેતુ માત્ર પોતાના સૈનિકોનું રક્ષણ કરવાનો હતો, સીઝફાયર તોડવાનો નહીં.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
