<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

ગુજરાતના પ્રતિષ્‍ઠિત ફોટોગ્રાફર ડો. અમિત પટેલને મળ્‍યુ નોર્વેની ફેલોશીપનું સન્‍માન

રાજકોટ તા. ૨૬ : ગુજરાતના પ્રતિષ્‍ઠિત ફોટોગ્રાફર અને સિનિયર પ્રોફેશનલ ડો. અમિત એમ. પટેલને તાજેતરમાં નોર્વે તરફથી ફોટોગ્રાફી ક્ષેત્રનું અતિ પ્રતિષ્‍ઠિત આંતરરાષ્‍ટ્રીય સન્‍માન ‘ફિલિપ્‍સ સ્‍ટેનફોર્ડ ગ્રાન્‍ટ એન્‍ડ ફેલોશિપ' એનાયત કરવામાં આવ્‍યું છે. આશરે ૫૦૦૦ અમેરિકન ડોલરની આ ગ્રાન્‍ટ વિશ્વભરના પ્રતિભાશાળી કલાકારો, દૃશ્‍ય-સર્જકો અને સંશોધકોને પ્રોત્‍સાહન આપવા માટે આપવામાં આવે છે. ડો. અમિત પટેલ છેલ્લા વીસ વર્ષોથી હોબીયિસ્‍ટ ફોટોગ્રાફર તરીકે સક્રિય છે અને તેમણે ફોટોગ્રાફીના ક્ષેત્રમાં અનોખું સ્‍થાન બનાવ્‍યું છે. તેમની કળતિઓમાં માનવીય લાગણીઓ, સામાજિક સંવેદનાઓ, ગ્રામ્‍ય જીવનની સાદગી તથા આધુનિક શહેરી જીવનના વિવિધ પરિપ્રેક્ષ્યોનું કલાત્‍મક સંયોજન જોવા મળે છે. તેમના ફોટોગ્રાફ્‌સને દેશ-વિદેશની અનેક પ્રતિષ્‍ઠિત પ્રદર્શનોમાં સ્‍થાન મળ્‍યું છે. સાથે જ, વિવિધ આંતરરાષ્‍ટ્રીય ફોટોગ્રાફી સ્‍પર્ધાઓમાં તેઓએ અનેક પુરસ્‍કારો હાંસલ કર્યા છે. આ આંતરરાષ્‍ટ્રીય ગ્રાન્‍ટ દ્વારા ડો. પટેલને આગામી સર્જનાત્‍મક પ્રોજેક્‍ટ્‍સ માટે આર્થિક સહાય, વૈશ્વિક સ્‍તરે પોતાની કળતિઓ પ્રસ્‍તુત કરવાની તક તથા આંતરરાષ્‍ટ્રીય કલા જગતમાં વધુ સક્રિય ભાગીદારીનો અવસર મળશે. 

(ડો. અમિત પટેલ સંપર્ક : ઇમેઇલ- [email protected])

(3:36 PM IST)