તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
પાલનપુર નજીક ચડોતર વિસ્તારમાં ઓવરબ્રિજ પર RTO વિભાગની ગાડીને નડ્યો અકસ્માત: ત્રણ કર્મચારીઓને ઇજા
RTO ની ગાડી પુરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે ચડોતર ઓવરબ્રિજ પર ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ

બનાસકાંઠાના પાલનપુરમાં ફરી ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પાલનપુર નજીક ચડોતર વિસ્તારમાં આવેલા ઓવરબ્રિજ પર RTO વિભાગની ગાડીને ગંભીર અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર RTO ની ગાડી પુરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે ચડોતર ઓવરબ્રિજ પર ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ગમખ્વાર અકસ્માત સર્જાતા કારને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનામાં ગાડીમાં સવાર RTO વિભાગના 2 થી 3 જેટલા કર્મચારી ગંભીર ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈને ગાડીના ડ્રાઈવરની પૂછપરછ અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને કારણે ઓવરબ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. જેને પોલીસ દ્વારા ટ્રાફિક ક્લીયર કરવામાં આવ્યો હતો.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
