તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
કચ્છના વરસામેડીમાં ગેરકાયદે ડીઝલ ઝડપાયું: અનુપ ટ્રાન્સપોર્ટ કંપની પર દરોડા :475 લીટર બાયો ડીઝલનો જથ્થો સીઝ કરાયો
આ ડીઝલ ક્યાંથી આવ્યું અને તેનો ક્યાં ઉપયોગ થતો હતો તે દિશામાં પુરવઠા વિભાગે વધુ તપાસ હાથ ધરી

કચ્છના અંજારના વરસામેડી વિસ્તારમાં પુરવઠા વિભાગે ગેરકાયદે ડીઝલ સામે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે અનુપ ટ્રાન્સપોર્ટ કંપની પર દરોડો પાડીને તપાસ દરમિયાન ૪૭૫ લીટર બાયો ડીઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પુરવઠા તંત્ર દ્વારા આ ગેરકાયદે ડીઝલનો જથ્થો સીઝ કરી, આ ડીઝલ ક્યાંથી આવ્યું અને તેનો ક્યાં ઉપયોગ થતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
વહીવટી તંત્રને મળેલી બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે અહીં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
તપાસ દરમિયાન કોઈ પણ સત્તાવાર પરવાનગી (લાઈસન્સ) કે બિલ વગર ગેરકાયદે સંગ્રહ કરી રાખવામાં આવેલો ડીઝલનો જથ્થો પકડાયો હતો
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
