<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

હરિહર ચોક વોંકળાનું કામ કાચબા ગતિએ : સદરમાં હજુ બે મહિના રહેશે ટ્રાફિક સમસ્‍યા

૭૫ ટકા કામગીરી પૂર્ણ છતાં રસ્‍તો ચોમાસામાં પણ બંધ રહેવાની શકયતા

 

રાજકોટ,તા.૨૬: શહેરના હરિહર ચોકથી ચૌધરી હાઈસ્‍કૂલ તરફ જતો રસ્‍તો વોંકળાની કામગીરીના કારણે છેલ્લા એકાદ વર્ષથી બંધ છે. વોંકળા ઉપર સ્‍લેબ ભરવા અને ફરતે નવી રિટેઇનિંગ વોલ બનાવવાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે.

મ્‍યુનિ. સૂત્રોના જણાવ્‍યા મુજબ રૂ. ૨ કરોડથી વધુના ખર્ચે સદર બજારથી હરિહર ચોક સુધીના વોંકળાનું કામ હાથ ધરાયું છે. અત્‍યાર સુધીમાં અંદાજે ૭૫ ટકા કામગીરી પૂર્ણ થઈ છે, જ્‍યારે બાકી બોકસ કલવર્ટ કામ પૂરું થવામાં હજુ ઓછામાં ઓછા બે મહિના લાગી શકે છે.

માલ-મટીરીયલના ભાવમાં વધારો, શોર્ટ સપ્‍લાય, ઇંધણ અને ટ્રાન્‍સપોર્ટેશનની મુશ્‍કેલીઓના કારણે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે. જેના કારણે ચોમાસા દરમિયાન પણ હરિહર ચોકથી ચૌધરી હાઈસ્‍કૂલ તરફનો રસ્‍તો બંધ  રહેવાથી શહેરનો ધમધમતા સદર બજારમાં ટ્રાફિક સમસ્‍યા હજુ યથાવત રહેવાની લોકોને પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડશે. હરિહર ચોકથી ચૌધરી હાઇસ્‍કુલ જવા લોકોને હજુ જયુબેલી અથવા સદરમાંથી ફરીને જવાની ફરજ પડશે. (૯.ર૭)

 

 

 

(2:44 PM IST)