તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
અમેરિકામાં ઈન્ડિયન્સ સહિત ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને જોબના ફાંફા
અમેરિકામાં સખ્ત બની રહેલા ઈમિગ્રેશન નિયમો, વિઝા સ્પોન્સરશિપમાં મોટો ઘટાડો અને નબળા હાયરિંગ માર્કેટને કારણે હજારો ઈન્ટરનેશનલ ગ્રેજ્યુએટ્સનું ભાવિ અનિヘતિ બન્યું

બોસ્ટન તા.૨૬: USમાં અભ્યાસ કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવવાનું સપનું જોતા ઈન્ડિયન સહિતના ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે વર્તમાન સમય અત્યંત પડકારજનક સાબિત થઈ રહ્યો છે. અમેરિકામાં સખ્ત બની રહેલા ઈમિગ્રેશન નિયમો, વિઝા સ્પોન્સરશિપમાં મોટો ઘટાડો અને નબળા હાયરિગ માર્કેટને કારણે હજારો ઈન્ટરનેશનલ ગ્રેજ્યુએટ્સનું ભાવિ અનિヘતિ બન્યું છે. મોંઘી ડિગ્રીઓ મેળવ્યા બાદ પણ જોબ મેળવવા માટે તેમને ફાંફા મારવા પડી રહ્યા છે, જેને લીધે હવે તેમનું અમેરિકન ડ્રીમ નાણાકીય રીતે જોખમી સાબિત થઈ રહ્યું છે.
બોસ્ટન યુનિવર્સિટીમાંથી મે ૨૦૨૫માં ફાઈનાન્સિયલ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કરનારી ૨૩ વર્ષીય ઈન્ડિયન સ્ટુડન્ટ સાક્ષી પટેલ આ પરિસ્થિતિનું મોટું ઉદાહરણ છે. સાક્ષી હાલમાં ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિગ (OPT) હેઠળ એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશનમાં બિઝનેસ એનાલિસ્ટ તરીકે કામ કરી રહી છે. આ સમરમાં તેનો એક વર્ષનો વર્ક પિરિયડ પૂરો થઈ રહ્યો છે, અને તેની પાસે નવી જોબ શોધવા માટે ફક્ત બે મહિનાનો સમય બચ્યો છે. જોકે, આ સમયગાળામાં તેને તેની ડિગ્રીને લગતી યોગ્ય જોબ નહીં મળે તો તેણે ભારત પરત ફરવું પડશે. તેનું કહેવું છે કે, તે મોટું સપનું લઈને અમેરિકા આવી હતી પરંતુ હવે પરિસ્થિતિ સંઘર્ષ ભરેલી છે.
ઈકોનોમિક ઈનોવેશન ગ્રુપના એનાલિસિસ પ્રમાણે વર્ષ ૨૦૨૬માં અંદાજીત ૮૪,૦૦૦ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અમેરિકામાંથી બેચલર ડિગ્રી મેળવવાના છે. આ ઉપરાંત હજારો માસ્ટર્સ અને પીએચડીના સ્ટુડન્ટ્સ પણ આ વર્ષે જોબ માર્કેટમાં પ્રવેશવાના છે. જોકે, હાલમાં તેમના માટે માર્કેટ સાનુકૂળ નથી. અર્લી કરિયર સાઈટ હેન્ડશેકના ડેટા પ્રમાણે જુલાઈ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ દરમિયાન જોબ પોસ્ટિંગમાં અગાઉના વર્ષની સરખામણીએ ૨્રુ અને પ્રી-ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારીનો દર ૫.૬્રુ પર પહોંચ્યો છે, જે એક મોટી ચિતાનો વિષય છે.
બીજી તરફ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની સખ્ત પોલિસીઓએ મુશ્કેલીઓ વધારી દીધી છે. ડેટા પ્રમાણે ફૂલટાઈમ જોબમાં વિઝા સ્પોન્સરશિપ ઓફર કરનારા એમ્પ્લોયર્સનો હિસ્સો ૨૦૨૩માં ૧૦.૯% હતો, જે ૨૦૨૬માં ઘટીને ફક્ત ૨.૬% રહી ગયો છે. આ સિવાય ટ્રમ્પના ટ્રાવેલ બહેન હેઠળ આવતા દેશોના સ્ટુડન્ટ્સના OPT પ્રોસેસિંગ પર પણ રોક લગાવી દેવામાં આવી છે.
કોર્નિલ યુનિવર્સિટીના કેરિયર કોચ એરિકા ફોર્ડના જણાવ્યા પ્રમાણે, હવે સ્ટુડન્ટ્સ પેરેલલ પ્લાનિંગ તરફ વળ્યા છે. તેઓ અમેરિકા ઉપરાંત પોતાના દેશ અથવા કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયા જેવા ત્રીજા દેશોમાં પણ તકો શોધી રહ્યા છે. યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસનના પીએચડી સ્ટુડન્ટ ડેવિડ લીનું કહેવું છે કે, સખ્ત ઈમિગ્રેશન પોલિસીએ સ્ટુડન્ટ્સને અનિヘતિતામાં મૂકી દીધા છે, અને જે અમેરિકન ડ્રીમ એક સમયે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાતું હતું તે હવે ધ્વસ્ત થઈ ગયું છે.
એક્સપર્ટ્સ વોર્નિગ આપી રહ્યા છે કે, જો હાઈ-સ્કિલ્ડ ઈન્ટરનેશનલ ગ્રેજ્યુએટ્સ અમેરિકા છોડશે, તો તેની સીધી અસર દેશની પ્રોડક્ટિવિટી અને આર્થિક વૃદ્ધિ પર પડશે. નેશનલ એકેડેમીઝ ઓફ સાયન્સિસ, એન્જિનિયરિંગ એન્ડ મેડિસિનના એક રિપોર્ટ પ્રમાણે જો STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ) સેક્ટરના ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સમાં એક તૃતિયાંશ ભાગનો ઘટાડો થાય, તો આગામી દાયકામાં અમેરિકાને વાર્ષિક ઼૨૪૦ બિલિયનથી ઼૪૮૧ બિલિયન સુધીનું GDP નુકસાન થઈ શકે છે.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
