<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ઇબોલા વાયરસને લઈને કેન્દ્ર સરકારની એડવાઈઝરી: વિદેશથી આવતા મુસાફરો માટે ફરજિયાત SDF ફોર્મ ભરાવવા સૂચના

ફ્લાઇટની અંદર પણ સ્વાસ્થ્ય વર્ધક જાહેરાતો કરવા તમામ એરલાઈન્સને આદેશ. ઇબોલા વાયરસના સંક્રમણ અટકાવવા ભીડ થતી અટકાવવા પણ નિર્દેશ.

ઇબોલા વાયરસને લઈને કેન્દ્ર સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરાઈ છે. એરપોર્ટ અને તમામ એરલાઈન્સ માટે એડવાઇઝરી જાહેર કરાઈ છે.. રાષ્ટ્રીય સલામતી માટે DGCA ના તમામ નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ છે . તમામ રૂટથી આવતા મુસાફરો માટે ફરજિયાત SDF ફોર્મ ભરાવવા સૂચના અપાઈ છે . ફ્લાઇટની અંદર પણ સ્વાસ્થ્ય વર્ધક જાહેરાતો કરવા તમામ એરલાઈન્સને આદેશ કરાયો છે . ઇબોલા વાયરસના સંક્રમણ અટકાવવા ભીડ થતી અટકાવવા પણ નિર્દેશ અપાયો છે . આગામી દિવસોમાં AIR SUVIDHA યોજના પણ વિચારણા શરૂ કરવા અને આગમન વિસ્તારમાં 24 કલાક સ્વાસ્થ્ય કર્મીઓ તૈનાત કરવા પણ આદેશ અપાયો છે .

(11:35 PM IST)