<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

દાહોદમાં ધોળાદિવસે આંગડીયા પેઢીના કર્મચારી સાથે વેરહાઉસ નજીક કરોડોની સનસનાટીભરી લૂંટ

નંબર પ્લેટ વગરની બે પલ્સર મોટરસાયકલ પર આવેલા આશરે ૬ શખ્સોએ અગાઉથી ઘાત લગાવી ઘટના અંજામ આપ્યો

દાહોદ શહેરમાં ધોળાદિવસે બનેલી આંગડિયા પેઢીના કર્મચારી સાથેની સનસનાટીભરી લૂંટની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી છે. દાહોદ APMC માર્કેટ વિસ્તારમાં આવેલા વેરહાઉસ નજીક અજાણ્યા લૂંટારૂઓએ હુમલો કરી રૂપિયા ભરેલો થેલો લૂંટી ફરાર થઈ જતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

પ્રાથમિક માહિતી મુજબ, દાહોદના ગૌશાળા પડાવ ચોકી સ્થિત પટેલ બાબુલાલ કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રોકડ રકમ ભરેલો થેલો છીનવી લેવામાં આવ્યો હતો. જેમાં નંબર પ્લેટ વગરની બે પલ્સર મોટરસાયકલ પર આવેલા આશરે ૬ શખ્સોએ અગાઉથી ઘાત લગાવી ઘટના અંજામ આપ્યાનું સામે આવ્યું છે. લૂંટ બાદ તમામ આરોપીઓ પળવારમાં ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત DYSP, LCB અને SOGની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આરોપીઓ સુધી પહોંચવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે

(9:10 PM IST)