News of Tuesday, 26th May 2026
સાયલાના ડોળીયા ગામમાં પરિવાર ધાબા પર સૂતો હતો તસ્કરો ઘરનું તાળું તોડી કિંમતી સામાનની ચોરી કરી ફરાર
ચોરોએ તિજોરીના લોક તોડી સોનાના મંગલસૂત્ર, કાનની બુટ્ટી, વીંટી, પેન્ડલ સહિતના દાગીના અને ચાંદીના સામાન પર હાથ ફેરવ્યો

સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. સાયલાના ડોળીયા ગામમાં પરિવાર ધાબા પર સૂતો હતો ત્યારે તસ્કરો ઘરનું તાળું તોડી કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરોએ તિજોરીના લોક તોડી સોનાના મંગલસૂત્ર, કાનની બુટ્ટી, વીંટી, પેન્ડલ સહિતના દાગીના અને ચાંદીના સામાન પર હાથ ફેરવ્યો હતો. દોઢ મહિનામાં ચોરીનો આ ચોથો બનાવ બન્યો હોવા છતાં પોલીસ હજુ સુધી એક પણ આરોપીને ઝડપી શકી નથી. વાડીઓમાંથી ઘઉં અને ઘરેલું સામાનની ચોરીના બનાવો પણ સામે આવી રહ્યા છે. સતત ચોરીથી લોકોમાં ભય અને અસલામતીનો માહોલ જોવા મળી રહ્યો છે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
