News of Tuesday, 26th May 2026
દિલ્હીની લાજપત માર્કેટમાં સામાન ઉપાડવા માટે કેરીમેન મળશેઃ ૧ કલાકના ૧૪૯ રૂપિયા
આ યુવાનો મહિલા જ્યાં જાય ત્યાં તેનો સામાન સાથે લઈને ફરે છે

નવી દિલ્હી,તા.૨૬: મહિલાઓને શોપિગ બહુ ગમતું હોય છે એ તો હવે બ્રહ્મસત્ય છે. તેઓ હંમેશાં પતિને સામાન ઊંચકવા માટે જ સાથે રાખતી હોય છે. જોકે યુવાનોનું એક સ્ટાર્ટઅપ આ જરૂરિયાત પણ મિટાવી દે એવું લાગે છે. દિલ્હીની લાજપત માર્કેટમાં એક અનયુઝ્અલ સર્વિસ શરૂ થઈ છે જે યુવાનો પ્રોવાઇડ કરે છે. આ યુવાનો મહિલા જ્યાં જાય ત્યાં તેનો સામાન સાથે લઈને ફરે છે. તેમના ટી-શર્ટ પર ‘કેરીમેન' લખેલું હોય છે. તેઓ આ માર્કેટના ભોમિયા પણ છે એટલે મહિલાને જરૂરી શોપિગ માટે ગાઇડ પણ કરે છે. આ માટે તેઓ એક કલાકના ૧૪૯ રૂપિયા ચાર્જ કરે છે. આ માણસ તમારા વતી સામાન ઉપાડશે, ફૂડ-કોર્ટની લાઇનમાં ઊભા રહીને નંબર લગાવશે, માર્કેટમાંથી સામાન ઉપાડીને તમારી સાથે મેટ્રો સ્ટેશનમાં પણ આવશે, તમને બેસવા માટેની સીટ શોધી આપશે અને જો સીટ નહીં મળે તો ફોલ્ડિંગ ચેરની વ્યવસ્થા પણ કરી આપશે.
સોશ્યલ મીડિયા પર આ સ્ટાર્ટઅપ વિશેની વિગતો વાઇરલ થઈ છે. એમાં સ્કીમ પણ છે. જે લોકો લાંબા કલાકો શોપિગના શોખીન હોય તેમના માટે બે કલાક, ૩ કલાક અને ૪ કલાકની ડિસ્કાઉન્ટ સ્કીમ પણ છે. આ પ્રયોગ દિલ્હીની લાજપત માર્કેટમાં જ અત્યારે ઉપલબ્ધ છે. કેટલાક લોકોને નવાઈ લાગે છે કે એકદમ નવતર લાગતો આ પ્રયોગ ખરેખર સ્ટાર્ટઅપ તરીકે ક્વોલિફાય થશે કે મિલ્યન ડોલર આઇડિયા સાબિત થઈ શકે એવો છે કે નહીં?
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
